પાત્રમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું પડે છે! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પાત્રમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું પડે છે!

પાત્રમાંથી બહાર નીકળવું ખૂબ અઘરું પડે છે!

 | 1:02 am IST

જે.પી. દત્તાએ તમને આ ફિલ્મ ઓફર કરી ત્યારે તમારા રીએક્શન શું હતા?

જ્યારે જે.પી. દત્તાએ મને ફિલ્મની વાર્તા કહી ત્યારે, બે મિનિટ માટે તો હું કંઇ બોલી જ ન શક્યો. લશ્કરની વાત મનને સ્પર્શી ગઈ. આ અથડામણ અંગે આજ સુધી કોઇ બુકમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

પરંતુ પડદા ઉપર આવું પાત્ર ભજવવાનું પડકારજનક ન લાગ્યું?

જે.પી.દત્તા એ પ્રકારના નિર્માતા છે જે તેમના કલાકારોને તેમની રીતે રજૂ થવાનો મોકો આપે છે. છતાં તેમને કલાકારો પાસેથી પોતાનું ધારેલું કામ કઢાવતા આવડે છે. મારી પાસેથી તેમણે જે જોઇએ છે તે તેમણે મારામાંથી કઢાવવાની આવડત છે.

તે ફિલ્મ માટે શું તૈયારી કરી હતી?

હા હા હા હા… જ્યારે અમે લદાખમાં ઉતર્યા ત્યારે જે. પી. દત્તાએ મને લેફ્ટનન્ટ કર્નલ રાયસિંહ વિશેની માહિતીની ૫૦થી ૬૦ પાનાની બુક પકડાવી દીધી હતી. તે બુક વાંચી પાત્રને સમજ્યો. એમની જેમ હું પણ આર્મીમાં કામ કરી ચૂક્યો છું. બાકી નિર્માતાની સરખામણીમાં જે.પી.દત્તા સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

આ એકદમ અલગ અનુભવ હતો. જો સેટ ઉપર અમારું શૂટ ન હોય તો પણ અમારે સેટ ઉપર ફરજિયાત હાજર રહેવું પડતું હતું, આખી ફિલ્મ દરમિયાન દરેકે યુનિફોર્મ સાથે સમયસર સેટ ઉપર હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ સેટ ઉપર દરેકે માટે એક સમાન નિયમ હતા. ત્યાં કોઇપણ પ્રકારની વેનીટી વેન કે મેક-અપ વેન હતી નહીં. અમે ચોવીસ કલાક એક સૈનિકની જેમ જ કામ કરતા રહ્યા હતા.

શૂટિંગ પત્યા પછી રાયસિંહના પાત્રમાંથી પાછા અર્જુન રામપાલમાં આવી જતા હતા કે પછી તકલીફ પડતી હતી?

મને નથી લાગતું કે પાત્રમાંથી બહાર નિકળવું સહેલું હોય છે. રાયસિંહનું પાત્ર ફરી ફરીને મારા મગજમાં આવે છે.

શરૂઆતના અર્જુન રામપાલ અને અત્યારના અર્જુનમાં શું ફર્ક?

શરૂઆતમાં હું ફિલ્મની વાર્તાને એટલું બધું મહત્ત્વ આપતો ન હતો. બધું જ સેટ પર જ નક્કી થતું હતું. જ્યારે આજે હું વાર્તાને જાણવા, વાંચવા અને સમજવા લાગ્યો છું.