આક્રોશ આગ ક્યારે બને છે?? - Sandesh

આક્રોશ આગ ક્યારે બને છે??

 | 3:06 am IST

કવર સ્ટોરી । રીના બ્રહ્મભટ્ટ

રસ્તે રઝળતી લાશ… રોડ પર પથરાયેલ પથ્થરોના ઢગલા…એસિડની ફૂટેલી બોટલો…હવામાં ગુંજતી ચીસોના પડઘા ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હાલ સમી ગયા છે. દેખો ત્યાં ઠારના ડરે ખૂની દરિન્દાઓ ગાયબ થઇ ગયા છે. પરંતુ દિલ્હીની દશાએ ફ્રી એકવાર કોમી તોફનોની દુઃસ્વપ્ન સમી યાદ તાઝી કરી છે. ભારતને અને કોમી તોફનોને જૂનો નાતો છે. પરંતુ આ તોફનો અસલમાં કોમી તોફનો નથી. ઝ્રછછના વિરોધ અને તરફેણમાં માનનારા લોકોના દિમાગ ખસક્યાં કે કોઈ એ દોરી સંચાર કરી પૂર્વનિયોજિત તોફનો કરાવ્યા તે બહાર તો આવશે જ, પરંતુ ૩૯ જેટલા લોકોના જીવ ગયા છે. અને અનેક લોકો ગંભીર રૂપે હોસ્પિટલમાં છે. ત્યારે અહી સવાલ તે છે કે, આખરે દિલ્હી સળગ્યું તો કોના પાપે સળગ્યું? જે નિર્દોષોના જીવ ગયા તેનું પાપ કોના માથે છે? જેવા અનેક સવાલિયા નિશાન તો ઊભા જ છે.

આ અચાનક આવેલો ઊભરો હતો કે સોચી સમજી સાજીશ હતી? કે અસલમાં આ પણ એક કાવતરું જ છે. કેમ કે, હણાયા હિંદુઓ પણ છે અને મુસ્લિમો પણ છે. જો કે, જ્યારે જ્યારે તોફનો થાય ત્યારે જે લોકો જીવ ગુમાવે છે તેઓ એક નિર્દોષ નાગરિકો જ હોય છે. અને વળી ચાંદબાગ જેવા વિસ્તારોમાં તો આવા તોફનો દરમિયાન મુસ્લિમોએ મંદિર બચાવ્યું છે તો અન્ય વિસ્તારોમાં હિન્દુઓએ પણ મુસ્લિમની જાન બચાવી કોમી એકતાનું ઉદાહરણ બેસાડયું છે.

ત્યારે મનમાં ટીશ સાથે તે સવાલ પણ ઊઠે છે કે આખરે તે ક્યાં લોકો છે કે જેને લાશોનું નગર બનાવવામાં રસ છે? લોહીથી હાથ રંગવામાં રસ છે? સીમા પાર વસતા દુશ્મન દેશના લોકોની તો આ ફ્તિરત છે જે પણ ભારતમાં જ વસીને ભારતીયોને જ મારનારા આ કોણ લોકો છે? અને આ મંજરની શરૂઆત કોને કરી હતી?

દિલ્હીને શાંઘાઈ અને સિંગાપુર બનાવવાના સપના વચ્ચે આજે દિલ્હી કાશ્મીર પેટર્નથી સળગી રહ્યું છે. કાશ્મીર પેટર્નની પથ્થરબાઝી , દેશ વિરોધી નારા દિલ્હીના કેટલાક હિસ્સાનો ભાગ બની ચૂક્યા છે. વળી દેશની રાજધાની હોવાથી આવા બનાવો દેશના નામે કલંક કે કાળી ટીકી લગાડનારા બની રહે છે. તે અલગ બાબત છે. ત્યારે નથી લાગતું કે , જ્યાં વિકાસનો ઈતિહાસ રચવાનો હતો ત્યાં આપણે આ કયો ઇતિહાસ રચી રહ્યા છીએ?

આ તે કેવો સમાજ આપણે રચી રહ્યા છીએ કે, જે સામાન્ય અને નજીવી બાબતોમાં ભડકી ઊઠે છે. વાતે ને વાતે બહેકી ઊઠતી પ્રજા જે દેશનો હિસ્સો હોય તેને કોણ બચાવી શકે? આ વાત દેશના તમામ નાગરિકોને સુપેરે લાગુ પડે છે..

જો કે, અહીં તે બાબત શબ્દો ચોર્યા વગર લખવી જ રહી કે, દિલ્હીની જે હાલત છે તેમાં બેલગામ વાણી વિલાસ કરતા નેતાઓ વધુ જવાબદાર છે. સમગ્ર સિસ્ટમનો પણ અહીં વાંક છે. દિલ્હી પોલીસને અદાલત ઓલરેડી લતાડી ચુકી છે. પરંતુ સત્તાધારી પાર્ટીના નેતાઓ પણ એટલા જ જવાબદાર છે.

ભડકે બળેલ દિલ્હીમાં નેતાઓની ભડકાઉ ભાષણબાજીએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. તો વળી દિલ્હીમાં આપના નેતા તાહિર હુસેન સામે પણ અનેક પુરાવાઓ મળી આવ્યા છે. અને આ પુરાવા તેવા છે કે જેને કોઈપણ ભોગે નકારી શકાય નહીં. તાહિર હુસેનના ઘરમાંથી પથ્થરો, એસિડની બોટલો, હથિયારો જેવી અનેક ચીજો ઢગલાબંધ મળી આવી છે.

અને આઈબીના કર્મચારી તેવા અંકિત શર્માની અત્યંત ઘાતકી હત્યામાં પણ તેમની સંડોવણી બહાર આવી છે. અને આ મામલે આઘાતજનક બાબત તે છે કે, આ હત્યા અત્યંત બર્બરતાપૂર્ણ રીતે કરવામાં આવી છે. માણસાઈ પણ કંપી ઉઠે તે પ્રકારે કોઈની હત્યા કરવી તે પણ ફ્ક્ત એટલા માટે જ કે તેના પર હિન્દુત્વ નું લેબલ લાગેલું હતું. ત્યારે અહી વિચાર તે જ આવે છે કે, આવા કહેવાતા નેતાઓને શું તે બાબત નો જરાપણ ખ્યાલ નહીં હોય કે , જે નેતાઓ લોકો માટે આદર્શ ગણાતા હોય તે લોકો આવી કતલેઆમ કરી કયો આદર્શ સિદ્ધ કરવા માંગે છે?

શું આવા લોકોમાં જરાપણ સંવેદના નહીં હોય? ધર્મના નામે આવી ખૂનામરકી કરીને તેઓ શું હાંસલ કરવા માંગે છે? સામાન્ય માણસ પર ધર્મ એક અફીણનું કામ કરે છે પરંતુ નેતા બન્યા પછી પણ જયારે આ લોકો આવા ધંધા કરે ત્યારે ન કેવળ માણસાઈ લજવાય છે..બલકે દેશનું રાજકારણ પણ બદનામ થાય છે. અને વધારામાં દેશ પર પણ કલંક લાગે છે. કેજરીવાલ સરકારે તેના પર પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પરંતુ આ સાથે એક વાત તે પણ અહી સાબિત થઇ રહી છે કે, દેશના રાજકારણમાં જે પ્રકારે દરેક પાર્ટીઓ ગુનેગારોને ટિકિટ આપી નેતા બનવાની તક આપે છે તે જ બાબત રાજકારણનું ગુનાખોરીકરણ કરે છે. ઉન્નાવ પીડિતાનું જ ઉદાહરણ લો કે જેમાં કુલદીપ સેંગર પોતે પણ આવી જ જમાતનો છે. આવા તો કઈ કેટલાય ઉદાહરણોથી ભારતની રાજનીતિનો ઇતિહાસ ખરડાયેલો છે..

ત્યારે આખરે અહીં તેટલું જ કહેવાનો આશય તે છે કે, વર્ષો પછી આજે દેશમાં કોમી હુતાશન ની આગ લાગી છે. અને તેનું કારણ સાવ નજીવું છે. પરંતુ દેશમાં ઝ્રછછના ચાલતા વિરોધમાં બંને પક્ષના નેતાઓની બયાનબાજી એ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. ત્યારે આવા દેશને કોણ બચાવી શકે કે, જ્યાં નાગરિકો ક્ષુલ્લક બાબતમાં તેની ભાવનાઓ ભડકાવી જાન પર આવી જાય છે. અને નેતાઓ તેમના રોટલા લાશ પર શેકતા પણ નથી અચકાતા…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન