Outrage spread among candidates over GRD recruitment issue
  • Home
  • Featured
  • GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો, કારણ જાણી રહેશો દંગ

GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો, કારણ જાણી રહેશો દંગ

 | 3:31 pm IST
  • Share

  • રૂપિયાના જોરે પસંદગી કરી હોવાનો આક્ષેપ કર્યો

  • ગ્રામ રક્ષક દળના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાનો વિરોધ કર્યો

 

સુરેન્દ્રનગરમાં GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. જેમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમાં પાટડી તાલુકાના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ રક્ષક દળના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાનો વિરોધ કર્યો છે.

તાત્કાલિક GRDની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ

પાટડી તાલુકાના અંદાજે ૩૦ થી વધુ GRDના ઉમેદવારો નિયમ મુજબ શારીરિક લાયકાત ધરાવતા હોવા છતાં તેમજ નિયત સમયમાં દોડ પૂરી કરી હોવા છતાં પસંદગી પામ્યા ન હતા. તેથી GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો છે. શારીરિક કસોટી માટે જરૂરી લાયકાત ન ધરાવતા ઉમેદવારોને લાગવગ અને રૂપિયાના જોરે પસંદગી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. તથા અમુક પોલીસ અધિકારીઓ ઈરાદાપૂર્વક ભરતી પ્રક્રિયામાં ગેરરીતી કરતા હોવાનો પણ આક્ષેપ થયો છે. તથા તાત્કાલિક GRDની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

રૂપિયાના જોરે પસંદગી કરી હોવાનો આક્ષેપ

ઉલ્લેખનિય છે કે સરકારી ભરતીમાં વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદો થતી રહે છે. જેમાં હવે ઉમેદવારો પણ આ ફરિયાદો કરી રહ્યાં છે. તેવામાં આજે સુરેન્દ્રનગરમાં GRD ભરતી મુદ્દે ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. જેમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ રક્ષક દળના ઉમેદવારોએ ભરતી પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. તેમાં શારીરિક કસોટી માટે જરૂરી લાયકાત ન ધરાવતા ઉમેદવારોને લાગવગ અને રૂપિયાના જોરે પસંદગી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો