Oval test: India made 240/7 at lunch time against 332 run of England
  • Home
  • Sports
  • Cricket
  • ઓવલ ટેસ્ટઃ ઈગ્લેન્ડના 332 ઓલ આઉટ સામે ભારત 292 રનમાં ખખડ્યું

ઓવલ ટેસ્ટઃ ઈગ્લેન્ડના 332 ઓલ આઉટ સામે ભારત 292 રનમાં ખખડ્યું

 | 6:16 pm IST

+
ઈંગલેન્ડના બોલરોએ ભારતને પાંચમી અને આખરી ટેસ્ટ જે ઓવલ ખાતે રમાય છે એમાં ત્રીજા દિવસના અંતે 174/6ના સ્કોર સાથે મેદાનમાં ઉતરી લંચ સમયે 240/7 નોંધાવ્યા હતા. ભારત 98 રનથી પાછળ હતું. તે પછી ઈગલેન્ડની સારી બોલિંગ સામે રવિન્દ્ર જાડેેજાએ 86 રન નોટઆઉટ કરી રમતના અંત સુધી રહ્યાં હતા. તેમ છતાં ભારત પહેલા દાવમાં 292 રનમાં ખખડી ગયું હતું. ભારત 292 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ઈંગલેન્ડને 40 રનની લીડ મળી હતી.

લોકેશ રાહુલ(37), શિખર ધવન(3), ચેતેશ્વર પૂજારા (37), વિરાટ કોહલી(49), અજિંક્ય રાહાણે(0), હનુમા વિહારી(56), રિષભ પંત(5), રવિન્દ્ર જાડેજા(86 નોટ આઉટ), ઈશાંત શર્મા(4), મહમદ શામી(1), જસપ્રિત બુમરાહ (0) રન કર્યા હતા.

વિકેટની વાત કરીએ તો સેસ કરને 1, શિખર એલબીડબલ્યુ આઉટ થયો હતો, જેમ્સ એન્ડરસને 2, સ્ટોકે 2, મોયેન અલિ 2, રશિદે 1 વિકેટ લીધી હતી. જ્યારે જસપ્રીત બુમરાને બરસ્ટોવે રન આઉટ કર્યો હતો.

ઈંગલેન્ડ તરફથી જોશ બટલરે અડધી સદી ફટકારતા હાલમાં ભારત સંઘર્ષ કરી રહ્યું છે. બટલરે નવમી વિકેટમાં 89 રન બનાવ્યા જેનાથી ઈંગલેન્ડનો સ્કોર પહેલા દિવસના અંતે 198/7 પર હતો તે રમતને બીજે દિવસે 332- ઓલ આઉટ સાથે પૂરો થયો હતો. એન્ડરસન અને સ્ટોક્સ બંનેએ 2 ઝડપથી વિકેટ લીધી હતી. જેને પગલે ભારત બેકફુટ પર ધકેલાઈ ગયું હતું. જેમાંની એક ભારતના કેપ્ટન વિરાટ કોહલીને 49 રનમાં પેવેલિયનમાં વાપસી કરાવી હતી.

સવારે 174/6ના સ્કોરે શરૂઆત કર્યા બાદ ભારતે રમતમાં ઈગ્લેન્ડની ક્વોલિટી સ્વિંગ બોલીંગ સામે ભારતના બેટ્સમેનોને ઝઝુમવું પડ્યું હતું. પહેલા દાવમાં ઈંગલેંડના પુંછડિયા બેટ્સમાનોએ સારો દેખાવ કરતા પાંચમી અને આખરી ટેસ્ટમાં એમને શનિવારે અપ્પરહેંડ અપાયો હતો. જોશ બટલરે 89 રન અને 98 રનની નવમી વિકેટની ભાગીદારી સાથે શાનદાર દેખાવ કરી પોતાના જન્મદિવસની દર્શકોને રિટર્ન ગિફ્ટ આપી હતી. જ્યારે તેની સામે સ્ટેન્ડ બાયમાં સ્ટુઅર્ટ બ્રોડ(38) સાથે મેદાનમાં રહીને ઈંગલેન્ડના સ્કોરબોર્ડને પહેલી ઈનીંગમાં 332 રન સુધી લઈ ગયા હતા.