લક્ઝરી બસ પર થઈ રહી છે મોતની સવારી, જુઓ Video - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • લક્ઝરી બસ પર થઈ રહી છે મોતની સવારી, જુઓ Video

લક્ઝરી બસ પર થઈ રહી છે મોતની સવારી, જુઓ Video

 | 1:15 pm IST

આજે વહેલી સવારે જાનૈયાઓ ભરેલા ટ્રકને ભાવનગર-રાજકોટ હાઈવે પર અકસ્માત નડ્યો હતો, જેમાં 27 જેટલા જાનૈયાઓના મોત થયા છે. ગુજરાતમા અકસ્માતના બનાવો રોજેરોજ બની રહ્યા છે, છતાં જીવના જોખમે લોકો સવારી કરી રહ્યા છે. અરવલ્લીના મોડાસાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો કેવી રીતે જીવને દાવ પર લગાવીને બસ ઉપર સવારી કરી રહ્યા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. મોડાસામાં પ્રાઈવેટ લક્ઝરી ઓવરલોડ થઈને જઈ રહી છે. આ લક્ઝરી મુસાફરોથી ખીચોખીચ ભરેલી છે. રૂપિયા કમાવવાની લાલચે એક તરફ લક્ઝરી સંચાલકો આવી રીતે મુસાફરો બેસાડે છે, તો બીજી તરફ મુસાફરો પણ આવી મુસાફરી ખેડવા તૈયાર થઈ રહ્યા છે. તો જિલ્લા વાહન વ્યવહાર વિભાગ અને સરકારી તંત્ર પણ આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી રહ્યું. ભાવનગરના રંઘોડા જેવી ઘટના હજી તાજી જ છે, ત્યાં તંત્ર આવી હરકતો સામે આંખ આડા કાન કરી રહ્યું છે.