UP: પોલીસે અપનાવ્યો 'ખૂની ખેલ', 48 કલાકમાં કર્યા 15 એન્કાઉન્ટર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • UP: પોલીસે અપનાવ્યો ‘ખૂની ખેલ’, 48 કલાકમાં કર્યા 15 એન્કાઉન્ટર

UP: પોલીસે અપનાવ્યો ‘ખૂની ખેલ’, 48 કલાકમાં કર્યા 15 એન્કાઉન્ટર

 | 4:58 pm IST

યુપીની પોલીસે સપાટો બોલાવતા 48 કલાકમાં 15 એન્કાઉન્ટર કર્યા છે. 10 જિલ્લામાં પોલીસે કરેલી કાર્યવાહીમાં 24 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જ્યારે એકનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ અથડામણો દરમિયાન પોલીસને વિશાળ માત્રામાં હથિયારો સાથે રોકડા, જ્વેલરી તેમજ ગાડીઓ પણ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ આ ગુંડાઓ લૂંટીને લાવ્યા હતા.

યુપી પોલીસે બુધવાર રાતથી આ કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં અનેક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી લેવામાં પોલીસ સફળ રહી હતી. યુપીમાં ગુનાખોરીનું પ્રમાણ દેશની સરેરાશ કરતા ઘણું ઉંચું છે. યુપીના ડીજીપીના જણાવ્યા અનુસાર, વોન્ટેડ આરોપીઓને પકડી તેમને જેલમાં ધકેલી દેવા માટે આ કાર્યવાહી શરૂ કરાઈ છે.

યોગી આદિત્યનાથની સરકાર બની ત્યારે તેના પર પણ ગુંડાતત્વો સામે કાર્યવાહી કરવા જોરદાર દબાણ હતું. યુપીની ચૂંટણીમાં પણ રાજ્યને ગુનાખોરીમાંથી મુક્ત કરવાનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. પકડાયેલા લોકોમાંથી 8 લોકો પર 15 હજાર રૂપિયાથી માંડીને 50 હજાર રૂપિયા સુધીનું ઈનામ હતું.

પોલીસને કાર્યવાહી દરમિયાન સ્વરક્ષણ માટે જ ફાયરિંગ કરવાની સૂચના અપાઈ હતી. મુઝફ્ફરનગરમાં પોલીસે ઈન્દ્રપાલ નામના એક નામી બદમાશને ઠાર માર્યો હતો. ઈન્દ્રપાલની સામે 33 ક્રિમિનલ કેસો ચાલતા હતા અને તે લાંબા સમયથી ફરાર હતો. તેના માથા પર 25 હજાર રૂપિયાનું ઈનામ હતું, અને તે એ કોન્સ્ટેબલની હત્યા ઉપરાંત પોલીસની ટીમ પર પણ ફાયરિંગ કરી ચૂક્યો છે.