ઠાસરાના અણદીથી ખીજલપુર જતી હતી આશરે ર૦ મહિલાઓને નડ્યો અકસ્માત - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઠાસરાના અણદીથી ખીજલપુર જતી હતી આશરે ર૦ મહિલાઓને નડ્યો અકસ્માત

ઠાસરાના અણદીથી ખીજલપુર જતી હતી આશરે ર૦ મહિલાઓને નડ્યો અકસ્માત

 | 6:09 pm IST

ઉમરેઠ ડાકોર રોડ પર સવારીની સુમારે છોટા હાથીનું ટાયર ફાટતાં ભારે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૧પ મહિલાઓને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતુ તો વળી ૪ મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

મળતી વિગતો મૂજબ ઠાસરાના અદણીથી ખીજલપુર તરફ કાણમાંકણામાં જવા માટે મહિલાઓએ છોટા હાથી ભાડે કર્યો હતો અને તે છોટા હાથીમાં ર૦ જેટલી મહિલાઓ સવાર હતી ત્યાં અચાનક જ છોટા હાથીનું ટાયર ફાટતાં છોટા હાથીના ડ્રાઈવરે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતુ અને અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાન હાની ન થઈ હોવાનું સામે આવ્યું છે પરંતુ ૧પ મહિલાઓને સામાન્ય તો ૪ મહિલાઓને ગંભીર ઈજા થઈ છે જેઓને નડીયાદ રીફર કર્યા હોવાનું ઉમરેઠ હોસ્પિટલ પાસેથી જાણવા મળ્યું હતુ.