- Home
- Technology
- ફેક ન્યૂઝ મામલે સોશિયલ મીડિયા કંપનીની હવે ખેર નથી, થશે આવી કડક કાર્યવાહી

ફેક ન્યૂઝ મામલે સોશિયલ મીડિયા કંપનીની હવે ખેર નથી, થશે આવી કડક કાર્યવાહી

ભારતમાં મોટી ગ્લોબલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓના પ્રમુખો પર ફેક ન્યૂઝ ફેલાવવાના મામલે ગુનાહીત કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ આવી શકે છે. આ મામલે તેમને આરોપી બનાવી શકાશે. જો તેમના પ્લેટફોર્મના માધ્યમથી કોઈ નકલી કે ખોટા સમાચારો ફેલાશે તો તેમાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. દંગા અને હિંસા ફેલાવવામાં આવા કેટલાક પ્લેટફોર્મ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. એક સરકારી સમિતિએ આવી કાર્યવાહી કરવાની માગ કરી છે.
ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતાવાળી આ સમિતિએ એક રિપોર્ટ ગૃહમંત્રી રાજનાથ સિંહને સોંપ્યો છે. સમિતિમાં રહેલા સભ્યોએ અલગ અલગ રાજ્યમાં થયેલા હિંસાના બનાવો સામે તપાસ કરવાની માગ ઉઠી છે. આ સમયે સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટે મહત્વની ભુમિકા નીભાવી છે.
આ મામલે અંતિમ નિર્ણય માટે રિપોર્ટ પીએમ નરેન્દ્ર મોદીને સોંપવામાં આવશે.કાયદા અને આઇટી મંત્રી રવીશંકર પ્રસાદે ફેક ન્યૂઝ પર સખત કાર્યવાહી કરવાની વાત કરી ચુક્યા છે.રિપોર્ટ પર હાલતો જાણકારોના અઙિપ્રાયો મંગાવવામાં આવી રહ્યા છે.
ફેસબુક, વોટ્સએપ, ગૂગલ અને ટ્વિટર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કંપનીઓ સરકારને કેટલીયે વાર ફેક ન્યૂઝ પર કાબુ મેળવવાનો ભરોસો આપવામાં આવ્યો છે. જો કે અત્યાર સુધીમાં કોઈ યોગ્ય પગલા લેવાયા નથી. જેના પરિણામે આવા સમાચારોથી નફરત અને હિંસાએ ઉગ્ર રૂપ લીધુ હતુ.