પુરુષો અને મહિલાઓ બંનેમાં દક્ષિણ આફ્રિકાની આ ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પુરુષો અને મહિલાઓ બંનેમાં દક્ષિણ આફ્રિકાની આ ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ

પુરુષો અને મહિલાઓ બંનેમાં દક્ષિણ આફ્રિકાની આ ખેલાડીનો વર્લ્ડ રેકોર્ડ

 | 2:36 pm IST

ભારતની પુરુષ ક્રિકેટ ટીમે પાંચમી વન ડેમાં જીત મેળવી શ્રેણી જીતી છે, ત્યારે મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકામાં જ ટી-10 મેચ સાત વિકેટથી વિજય પ્રાપ્ત કર્યો છે. મહિલા ટી-20માં 54 રન ફટકારનાર મિતાલી રાજ મેન ઓફ ધ મેચ હતી, પરંતુ ખરેખર ફટકાબાજ દક્ષિણ આફ્રિકાની ખેલાડી ક્લોઈ ટ્રિઓન હતી. ટ્રિઓને 4064 પુરુષોને પાછા પાડ્યા છે.

ભારત સામે પ્રથમ ટી-20 મેચ રમતાં 24 વર્ષની ટ્રિઓને સાત બોલમાં અણનમ 32 રન ફટકાર્યા હતાં. ટ્રિઓને આ સાત બોલમાં ચાર ચોગ્ગા અને બે ચોગ્ગા માર્યા હતા અને એક બોલમાં રન લઈ શકી ન હતીં. છ મિનિટની બેટીંગમાં ટ્રિઓનનો સ્ટ્રાઈક રેટ 457.14 રહ્યો છે. 25 કરતાં વધારે રનની બાબતમાં ટ્રિઓનનો આ રન રેટ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમવાર જોવા મળ્યો છે. આ બાબતે ટ્રિઓન પુરુષો કરતાં પણ આગળ છે.

વેસ્ટ ઈન્ડીઝના ડેવેન સ્મિથે 2007માં બાંગ્લાદેશ સામેની ટી-20 મેચમાં સાત બોલમાં 29 રન બનાવ્યા હતાં અને સ્ટ્રાઈક રેટ 414.28 હતો. આ ઈનિંગ્સમાં સ્મિથે ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.