Asaduddin Owaisi Gave Another Statement On Ayodhya Verdict
  • Home
  • Featured
  • અયોધ્યા ચુકાદા પર SCનાં નિર્ણય બાદ પણ ‘મોટા ભા’ થવા નીકળ્યા ઓવૈસી, બાબરીને લઇ કહ્યું કે…

અયોધ્યા ચુકાદા પર SCનાં નિર્ણય બાદ પણ ‘મોટા ભા’ થવા નીકળ્યા ઓવૈસી, બાબરીને લઇ કહ્યું કે…

 | 7:45 pm IST

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદા પર ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું રાજનીતિથી ભરેલું નિવેદન સામે આવ્યું છે. હવે તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘મારે મારી મસ્જિદ પાછી જોઇએ.’ 9 નવેમ્બરનાં ચુકાદાનાં દિવસે ઓવૈસીએ કહ્યું હતુ કે, “મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડની માફક અમે પણ ચુકાદા સાથે સહમત નથી, સુપ્રીમ કોર્ટથી પણ ભૂલ થઈ જાય છે. જેમણે બાબરી મસ્જિદ તોડી પાડી તેમને ટ્રસ્ટ બનાવીને રામ મંદિર બનાવવાનું કામ આપવામાં આવે છે.”

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતુ કે, “જો મસ્જિદ ત્યાં રહી હોત તો સુપ્રીમ કોર્ટે શું નિર્ણય લીધો હોત? આ કાયદાની વિરુદ્ધ છે. બાબરી મસ્જિદ ના પડી હોત તો શું ચુકાદો આવ્યો હોત? અમને હિંદુસ્તાનનાં સંવિધાન પર ભરોસો છે. અમે અમારા અધિકાર માટે લડી રહ્યા હતા. 5 એકર જમીનની ખૈરાતની જરૂર નથી. મુસ્લિમ ગરીબ છે, પરંતુ મસ્જિદ બનાવવા માટે અમે પૈસા ભેગા કરી શકીએ છીએ.”

ચુકાદાનાં દિવસે ઓવૈસીએ કહ્યું હતુ કે, “5 એકરની ઑફરને ફગાવી દેવી જોઇએ.” ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, “દેશ હવે હિંદુરાષ્ટ્રનાં રસ્તે જઇ રહ્યો છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘે અયોધ્યાથી આની શરૂઆત કરી છે અને એનઆરસી, સિટિઝન બિલથી આ પૂર્ણ કરવામાં આવશે.”

AIMIMનાં પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સમ્માન કરું છું અને કરતો રહીશ. અમારે દહેજમાં 5 એકરની જમીન નથી જોઇતી. અમારી લડાઈ મસ્જિદ માટે હતી, 5 એકરની જમીન માટે નહીં. જો મને સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી સંતુષ્ટિ નથી થતી તો સંવિધાન મને મારો પોઇન્ટ રાખવાની તક આપે છે. જો મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડને લાગે છે કે અમારે રિવ્યૂમાં જવું જોઇએ તો અમે તેમની સાથે છીએ. આ અમારા હકની લડાઈ છે અને 30 વર્ષથી અમે આના માટે લડી રહ્યા હતા. અમારે અમારો લીગલ રાઇટ જોઇતો હતો, જે અમને ના મળ્યો.”

તો યૂપી સરકારનાં મંત્રી મોહસિન રઝાએ કહ્યું છે કે, “આપણે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનું સમ્માન કરવું જોઇએ. ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ મુસ્લિમોનાં હિતોમાં કામ નથી કરતુ. તે એક પાર્ટીનાં ઇશારે કામ કરી રહ્યું છે. આપણે ભાગલા પાડોની રાજનીત ના કરવી જોઇએ.”

આ વિડીયો પણ જુઓ: સુરતમાં વિવાદિત બ્રિજ માટે અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યા લેવા કમિશનરનું અલ્ટિમેટમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન