Asaduddin Owaisi Talking About Donald Trump's Statement On J&K
  • Home
  • Featured
  • ડૉનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની કરી રજૂઆત, ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ

ડૉનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની કરી રજૂઆત, ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ

 | 4:55 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાનો રાગ આલાપ્યો છે. ટ્રમ્પે મંગળવારનાં કહ્યું કે કાશ્મીરનો મુદ્દો ઘણો જટિલ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વિસ્ફોટક છે. ટ્રમ્પનાં આ નિવેદન પર AIMIM પ્રમુખ ઓવૈસીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ‘બીજાનાં લગ્નમાં દીવાના’ થઈ રહ્યા છે.

અમેરિકા ‘ચૌધરી’ છે તે આ મુદ્દે મધ્યસ્થા કરશે?

ઓવૈસીએ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, કાશ્મીર મુદ્દા પર ટ્રમ્પ મધ્યસ્થતા કેમ કરશે? ઓવૈસીએ કહ્યું કે,

“શું અમેરિકા ચૌધરી છે જે આ મુદ્દા પર મધ્યસ્થતા કરશે.” અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, “આપણે શરૂઆતથી જ કહી રહ્યા છીએ કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. ભારતનું કાશ્મીર મુદ્દા પર હંમેશાથી જ વલણ સ્પષ્ટ રહ્યું છે.”

તેમણે કહ્યું કે, “તેમ છતા પણ પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને કૉલ કરવાની જરૂર શું હતી અને તેમણે આની ફરિયાદ કેમ કરી?”

ટ્રમ્પે ત્રીજીવાર કરી મધ્યસ્થતા કરવાની રજૂઆત

ડૉનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને એક પ્રશ્નનાં જવાબમાં કહ્યું કે, “તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આ અઠવાડિયાનાં અંતમાં મુદ્દો ઉઠાવશે.” છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ ત્રીજીવાર છે જ્યારે ટ્રમ્પે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની રજૂઆત કરી છે. તો ભારતે દરેક વખતે મધ્યસ્થતાની રજૂઆતને ઠુકરાવી છે.

આ વિડીયો પણ જુઓ: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રાહતસામગ્રીનું હેલિકોપ્ટર થયું ક્રેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન