Owaisi to meet Bahubali former MP Atik in Sabarmati jail
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બાહુબલિ-ગેંગસ્ટર પૂર્વ સાંસદ અતિકને સાબરમતી જેલમાં મળવા ઓવૈસી આવશે, મોટી રાજકીય ઊથલપાથલ

બાહુબલિ-ગેંગસ્ટર પૂર્વ સાંસદ અતિકને સાબરમતી જેલમાં મળવા ઓવૈસી આવશે, મોટી રાજકીય ઊથલપાથલ

 | 7:55 am IST
  • Share

શહેરની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ બાહુબલી લીડર અને ગેંગસ્ટર તરીકે જાણીતા UPના  પુર્વ સાંસદ અતિક અહેમદની સોમવારે સવારે  AIMIM વડા અસદુદ્દીન ઓવૈસી મળવા આવી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.  ઔવેસી જેલમાં મળવા આવતા હોવાથી રાજકીય હલચલ ચાલી રહી છે. રાજયની તેમજ કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ કામે લાગી ગઇ છે. 

સોમવારે ૨૦ સપ્ટેમ્બરે સાબરમતી જેલની સવારે ૧૦થી ૧૧ની મુલાકાત ઔવેસી અને અતિક અહેમદની ફાઇનલ થઇ ગઇ છે. ત્યારબાદ ઔવૈસી સુરતની મુલાકાત લેશે તેમ જાણવા મળ્યુ છે. ઔવેસીનુ ગુજરાત અને એ પણ ખાસ કરીને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં સમાજવાદી પાર્ટીના પુર્વ સાંસદ અતિક અહેમદને મળવા આવવાના હોવાથી ઉત્તરપ્રદેશ અને ગુજરાતના રાજકારણમાં મોટા પાયે પગપેસારો કરવાનો છે.

૧૦૩ હત્યાને અંજામ આપનાર અતિક અહેમદ તમામ કેસોમાં નિર્દોષ છુટી ગયો છે. ઓવૈસીને મળવા આવવા પાછળનુ ખાસ કારણ અતિકના  પરિવારના પાંચ થી છ સભ્યો ઔવેસીની પાર્ટીમાં ઉભા રહેવાના છે.  ગુજરાતમાં પણ તેની પાર્ટીને વધારે શીટો મળે તે હેતુથી આ રાજકીય મુલાકાત ગોઠવવામા આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન