ઓવૈસીનું ઉગ્ર નિશાન : કેન્દ્ર સરકારને કાશ્મીરીઓ નહીં કાશ્મીરની જમીન સાથે પ્યાર - Sandesh
  • Home
  • India
  • ઓવૈસીનું ઉગ્ર નિશાન : કેન્દ્ર સરકારને કાશ્મીરીઓ નહીં કાશ્મીરની જમીન સાથે પ્યાર

ઓવૈસીનું ઉગ્ર નિશાન : કેન્દ્ર સરકારને કાશ્મીરીઓ નહીં કાશ્મીરની જમીન સાથે પ્યાર

 | 2:34 am IST

। નવી દિલ્હી ।

એઆઈએમઆઈએમ ચીફ અસાદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરના બહાને કેન્દ્ર સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારને ફક્ત કાશ્મીરીઓની જમીન સાથે પ્યાર છે તેમની સાથે નહીં.  ઓવૈસીએ ચોખ્ખું કહ્યું કે કાશ્મીરમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ છે. ભાજપ સરકારને કાશ્મીરની જમીન સાથે પ્યાર છે. સરકારને કાશ્મીરમાંથી તમામ પ્રતિબંધો હટાવી લેવા જોઈએ. મને વિશ્વાસ છે કે દેશમાં હજુ પણ ગોડસેની ઘણી ઓલાદ છે અને મને પણ કોઈ ગોળી મારી શકે. તમિલ સુપરસ્ટાર રજનીકાંત પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે તમે મોદી અને શાહને અર્જુન-શ્રીકૃષ્ણની જોડી ગણાવી રહ્યાં છો તો પછી કૌરવ અને પાંડવ કોણ. હું પૂછવા માગું છું કે શું તમે દેશમાં મહાભારત પેદા કરવા માગો છે.

કાશ્મીરમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ : ઓવૈસી

ઓવૈસીએ કહ્યું કે શું સરકાર દેશમાં મહાભારત પેદા કરવા માગે છે . સરકારને કાશ્મીરીઓ સાથે નહીં કાશ્મીર સાથે પ્રેમ છે. આ લોકો ફક્ત સત્તામાં ટકી રહેવા માગે છે. તેમને ફક્ત કાશ્મીરીઓની જમીન સાથે પ્યાર છે. કાશ્મીરમાં ઇમર્જન્સી જેવી સ્થિતિ છે, જો આવું ન હોય તો ત્યાં કર્ફ્યૂ હટાવી નાખવામાં આવે. ઓવૈસીએ કહ્યું કે ફોન લાઇનો શા માટે ચાલુ કરાઈ નથી, જો કાશ્મીરના લોકો ખુશ હોય તો તેમને ઘરોમાંથી બહાર આવવા દેવામાં આવે. ઓવૈસીએ અટકાયતમાં રહેલા લોકોના છુટકારાની માગણી કરી હતી. કેન્દ્ર સરકારે ગેરબંધારણીય રીતે કલમ ૩૭૦ હટાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન