Oxford Corona Vaccine Will Be Available After Christmas
  • Home
  • Featured
  • દુનિયાને ક્યારે મળશે ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન? બ્રિટને જણાવ્યો સમય

દુનિયાને ક્યારે મળશે ઑક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન? બ્રિટને જણાવ્યો સમય

 | 10:45 pm IST

દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને રોકવા માટે અનેક દેશ વેક્સિન (Vaccine) બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના વાયરસની રસી બનાવતા તમામ મોટા ઉમેદવારોમાં, ઑક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) અને એસ્ટ્રાઝેનેકા સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. બ્રિટન (Britain) અને ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં આ રસીનો ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) ચાલી રહ્યો છે. દરમિયાન, યુકેના એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ રસી તૈયાર કરવા અંગે મોટી માહિતી આપી છે.

ક્રિસમસ બાદ આવી જશે કોરોના વેક્સિન

યુકેના વરિષ્ઠ તબીબી વડાઓમાં સામેલ નિષ્ણાતે સંકેત આપ્યો છે કે નવા વર્ષના પ્રારંભમાં કોવિડ -19 રસી દેશમાં ઉપયોગ માટે તૈયાર થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર અને કોરોના વાયરસ ગ્લોબલ રોગચાળા અંગેના સરકારના સલાહકારોમાંના જોનાથન વેન ટોમે સાંસદોને જણાવ્યું હતું કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એસ્ટ્રાઝેનેકા દ્વારા બનાવવામાં આવી રહેલી રસી ડિસેમ્બરમાં ક્રિસમસ પછી ઉપયોગમાં લેવા માટે તૈયાર થઈ શકે છે.

વિશ્વ આખાની નજર બ્રિટનની કોરોના વેક્સિન પર

ભારતમાં તેનો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા સાથે કરાર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાન ટોમે ગયા અઠવાડિયે સાંસદોને માહિતી આપી હતી કે અમે વધારે દૂર નથી. તે અવાસ્તવિક નથી કે આપણે નાતાલ પછી તરત જ ઉપયોગ માટે રસી તૈયાર કરી શકીએ. આનાથી હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા અને તેમના મૃત્યુને ખૂબ અસર કરશે. વિશ્વ દ્વારા બ્રિટનની કોરોના રસી ઉપર નજર રાખવામાં આવી રહી છે.

એસ્ટ્રાઝેનેકાના ત્રીજા તબક્કાના પરિણામોથી ઘણી આશા

વેન ટોમ સાથેની બીજી બેઠકમાં ભાગ લેનારા સાંસદે કહ્યું કે તબીબી નિષ્ણાતો એસ્ટ્રાઝેનેકાના ત્રીજા તબક્કાના પરિણામો વિશે ખૂબ આશાવાદી છે. તેઓને આ મહિનાના અંતમાં અથવા આવતા મહિનાના અંત સુધી પરિણામ મળવાની અપેક્ષા છે. વેન ટોમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુકે સરકારે શુક્રવારે એક નવો કાયદો રજૂ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓને કોવિડ -19 માટે સંભવિત રસી લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ વિડીયો પણ જુઓ: હવામાન વિભાગની આગાહી મુજબ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન