Oxford Successful Completed Covid-19 Vaccine's First Human Trial
  • Home
  • Corona live
  • કોરોનાની વેક્સિનને લઇ દુનિયા માટે ઉગ્યો આશાનો આખેઆખો સૂરજ, ઑક્સફૉર્ડે કરી કમાલ

કોરોનાની વેક્સિનને લઇ દુનિયા માટે ઉગ્યો આશાનો આખેઆખો સૂરજ, ઑક્સફૉર્ડે કરી કમાલ

 | 4:32 pm IST

કોરોના વેક્સિનને શોધવામાં 100થી વધારે કેન્ડિડેટ્સ જોડાયેલા છે, પરંતુ એક સફળ વેક્સિનને લઇને સૌથી વધારે આશાઓ ઑક્સફૉર્ડ યૂનિવર્સિટીએ લગાવી છે. પ્રોફેસર સારા ગિલ્બર્ટનાં નેતૃત્વમાં કરવામાં આવી રહેલા આ વેક્સિન ટ્રાયલમાં શુક્રવારનાં મોટી સફળતા મળી. તમને જાણીને ખુશી થશે કે હ્યૂમન ટ્રાયલનું પહેલું ચરણ સફળતાપૂર્વક પાર થઈ ગયું છે અને જલદી બીજા અને ત્રીજા ચરણની શરૂઆત કરવામાં આવી રહી છે. આ વેક્સિનનું નામ ChAdOx1 nCoV-19 છે.

2 ગ્રુપમાં લોકોને અલગ-અલગ 2 વેક્સિન અપાઈ

વેક્સિનોલૉજીની પ્રોફેસર સારા ગિલ્બર્ટે જણાવ્યું કે તેમણે હ્યૂમન ટ્રાયલનાં પહેલા ચરણમાં 18થી 55 વર્ષની ઉંમરનાં 1 હજાર વૉલિયન્ટિયર્સને સામેલ કર્યા હતા. આ તમામ લોકોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા, ત્યારબાદ 2 અલગ-અલગ વેક્સિનનો ટેસ્ટ કરવામાં આવ્યો. જો કે વૉલિયન્ટિયર્સને એ વાતની જાણકારી નહોતી આપવામાં આવી કે તેમને કઈ વેક્સિન આપવામાં આવી છે.

બીજા અને ત્રીજા તબક્કાની તૈયારી શરૂ

હવે વેક્સિન ટ્રાયલનાં બીજા અને ત્રીજા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. આનાં પહેલા તબક્કામાં ઓછી સંખ્યામાં 5થી 12 વર્ષનાં બાળકો, યુવા અને 56થી 69 વર્ષનાં 10,260 લોકોને સામેલ કરવામાં આવશે. આ પ્રકારે રિસર્ચર્સ અલગ-અલગ ઉંમરનાં લોકોમાં વેક્સિનની અસરનું મૂલ્યાંકન કરશે. માણસો પર થનારી વેક્સિન ટ્રાયલનાં ત્રીજા તબક્કામાં 18 વર્ષનાં લોકોને વધારે સંખ્યામાં સામેલ કરવામાં આવશે. આમાં રિસર્ચર્સ જોશે કે કોરોના વાયરસની સારવાર માટે આ વેક્સિન કેટલી અસરદાર છે.

સપ્ટેમ્બર સુધી દુનિયાને મળી જશે કોરોનાની વેક્સિન!

વેક્સિન ટ્રાયલનાં બીજા અને ત્રીજા ચરણમાં ગ્રુપનાં તમામ વૉલિયન્ટર્સને ChAdOx1 nCoV-19 અને લાઇસેંસ્ડ વેક્સિન MenACWYનાં એક અથવા બે ડોઝ આપવામાં આવશે. આ પરીક્ષણ એક ‘બ્લાઇન્ડ ગેમ’ જેવું હશે જેમાં વૉલિયન્ટર્સને એ નહીં જણાવવામાં આવે કે તેમને કઈ વેક્સિન આપવામાં આવી છે. આ પહેલા પણ સારા ગિલ્બર્ટે કહ્યું હતુ કે, તેમને આ ટ્રાયલથી વ્યક્તિગત રીતે ઘણી આશા છે. તેમણે એ પણ કહ્યું હતુ કે જો વેક્સિન ટ્રાયલ્સમાં તેમને સફળતા મળી તો સપ્ટેમ્બર મહિના સુધી દુનિયાને કોરોના વાયરસની પહેલી વેક્સિન મળી શકે છે.

આ વિડીયો પણ જુઓ: અમદાવાદમાં એક સાથે 8 પોલીસ કર્મીને કોરોના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન