Oxford's Corona Vaccine's Result Of Trial Too Is Much Better
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાકાળમાં બ્રિટનની કંપનીએ કર્યો ચમત્કાર, દુનિયા આખીને વેક્સિન મળશે તે નિશ્ચિત!

કોરોનાકાળમાં બ્રિટનની કંપનીએ કર્યો ચમત્કાર, દુનિયા આખીને વેક્સિન મળશે તે નિશ્ચિત!

 | 8:00 pm IST

એસ્ટ્રાજેનેકા અને ઑક્સફર્ડ યૂનિવર્સિટી તરફથી વિકસિત કરવામાં આવી રહેલી કોરોના વેક્સિન AZD1222નાં પરીક્ષણનાં ઉત્સાહજનક પરિણામ આવી રહ્યા છે. આ વેક્સિનના ત્રીજા તબક્કાનો હ્યૂમન ટ્રાયલ ચાલી રહ્યો છે. તો બીજા તબક્કાનાં પરિણામને લઇને કંપનીએ ખુશી વ્યક્ત કરી છે. જલદી આનો ડેટા સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવશે.

એન્ટીબૉડીની સાથે સાથે વાઇટ બ્લડ સેલ્સ પણ જોવા મળ્યા

કંપનીનાં ચીફ એક્ઝિક્યૂટિવ પાસ્કલ સોરિટ્સે કહ્યું કે વેક્સિનનો વિકાસ ઘણો સારો ચાલી રહ્યો છે. અમને વેક્સિનનાં પરીક્ષણને લઇને અત્યાર સુધીનો સૌથી સારો ડેટા મળ્યો છે. આને જે વૉલિયન્ટર્સને આપવામાં આવી હતી તેમના શરીરમાં વાયરસની વિરુદ્ધ લડનારી એન્ટીબૉડીની સાથે સાથે વાઇટ બ્લડ સેલ્સ Killer T-Cells પણ જોવા મળ્યા.

અમેરિકાની મૉડર્ના કંપનીની વેક્સિન પણ પહેલા ટ્રાયલમાં સફળ

કોરોના વાયરસની વેક્સિન વિકસિત કરવા માટે દુનિયાભરમાં લગભગ 180 વિકલ્પો પર અત્યારે કામ ચાલી રહ્યું છે અને અલગ-અલગ રિસર્ચમાં સકારાત્મક પરિણામ સામે આવવા લાગ્યા છે. અમેરિકાની Moderna Incની વેક્સિન mrna1273 માણસો પરનાં પહેલા ટ્રાયલમાં સફળ રહી છે. દવા નિર્માતા કંપની અસ્ટ્રાજેનેકા દુનિયાની સૌથી મોટી ફાર્મા કંપની બની શકે છે, કેમકે આ પોતાની પ્રતિદ્વંદ્ધી ઔષધિ કંપની ગિલિયડની સાથે વિલય પર વિચાર કરી રહી છે. જો આવું થયું તો આ હેલ્થ સેક્ટરમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હશે.

ભારતીય કંપની ઑક્સફર્ડની વેક્સિન બનાવશે

ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવનારી કંપની છે. આ દર વર્ષે 1.5 અબજ વેક્સિન ડોઝ તૈયાર કરે છે, જેમાં પોલિયોથી લઇને મીઝલ્સ સુધીની વેક્સિન સામેલ છે. ઑક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ આ ભારતીય કંપનીને પોતાની કોવિડ-19 વેક્સિન બનાવવા માટે પસંદ કરી છે. પૂણેની આ કંપનીએ પહેલા કહ્યું હતુ કે તે અંતિમ આદેશ મળવાથી પહેલા જ વેક્સિન બનાવવાનું શરૂ કરી દેશે, જેથી જ્યારે પરવાનગી મળે ત્યાં સુધીમાં સારી એવી માત્રામાં વેક્સિન બનીને તૈયાર થઈ ગઈ હોય.

આ વિડીયો પણ જુઓ: માનવ સંસાધન મંત્રાયલને શિક્ષામંત્રાલયના નામથી ઓળખવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન