ચિદમ્બરમનો દાવો, પેટ્રોલ-ડીઝલમાં રૂ. 1-2 નહીં પરંતુ થઈ શકે છે આટલો ઘટાડો - Sandesh
  • Home
  • Featured
  • ચિદમ્બરમનો દાવો, પેટ્રોલ-ડીઝલમાં રૂ. 1-2 નહીં પરંતુ થઈ શકે છે આટલો ઘટાડો

ચિદમ્બરમનો દાવો, પેટ્રોલ-ડીઝલમાં રૂ. 1-2 નહીં પરંતુ થઈ શકે છે આટલો ઘટાડો

 | 12:17 pm IST

છેલ્લા નવ દિવસથી સતત વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ પર કેન્દ્ર સરકાર જબરજસ્ત ભીંસમાં આવી છે. જે પછી વિરોધી પક્ષ તરફથી પણ કેન્દ્ર સરકાર પર દબાણ વધારવામાં આવી રહ્યું છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કેન્દ્રની મોદી સરકાર પર ટ્વિટ કરી હુમલો બોલ્યો છે. તેમણે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં લખ્યું કે, સરકાર જો ઇચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમતમાં રૂ. 25 જેટલો ઘટાડો થઈ શકે છે.

પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે, કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાથી કેન્દ્ર સરકાર પ્રતિ લિટર પેટ્રોલ રૂ. 15 બચાવી રહી છે. તેમણે વિશેષ માહિતી આપતા કહ્યું કે સરકાર એક લિટર પેટ્રોલ પર વધારાના રૂ.10 ટેક્સ લગાવી રહી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, જો સરકાર ઇચ્છે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 જેટલી ઘટાડી શકે છે પણ સરકાર આમ કરવા માગતી નથી. સરકાર જો આ પગલું લે તો સામાન્ય વ્યક્તિને બહુ રાહત મળી શકે છે. સરકાર પેટ્રોલની કિંમતમાં રૂ.1 કે 2 નો ઘટાડો કરીને લોકો સાથે છેતરપિંડી કરશે.

આજે બુધવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 77.17 પ્રતિ લિટર થઈ ગઈ છે. જો સરકાર પી. ચિદમ્બરમની સલાહ પર અમલ કરે તો એક લિટર પેટ્રોલની કિંમત રૂ. 25 ઘટીને રૂ. 52 થઈ શકે છે.

બુધવારે ડીઝલની કિંમતમાં 26 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે અને એની કિંમત રૂ. 68.34 પ્રતિ લિટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલ 29 રૂ. મોંઘું થઈ રૂ. 84.99 પ્રતિ લિટર થઈ ગયું છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની તેલ કંપનીઓ સાથે આજે મુલાકાત થવાની સંભાવના છે. સરકાર સાર્વજનિક ક્ષેત્રની ત્રણ કંપની IOC, HPCL અને BPCLને તેલની કિંમત સ્થાયી કરવા માટેની માંગણી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન