પાપમોચની એકાદશી વ્રતનાં આ છે અદભુત ફાયદા - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0100 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • પાપમોચની એકાદશી વ્રતનાં આ છે અદભુત ફાયદા

પાપમોચની એકાદશી વ્રતનાં આ છે અદભુત ફાયદા

 | 4:12 pm IST

વ્રતોમાં સૌથી મહત્વનું વ્રત એકાદશીનું વ્રત હોય છે. એકાદશીનું વ્રત નિયમિત રાખવાથી મન વિચલિત થતુ નથી. ધન અને આરોગ્ય પ્રાપ્ત થાય છે અને માનસિક રોગ દૂર થાય છે. પાપમોચની એકાદશીનું વ્રત સ્વાસ્થ્ય, સંતાન પ્રાપ્તિ અને પ્રાયશ્ચિત માટે કરવામાં આવે છે. આ વ્રતને કારણે પહેલાનાં જન્મનાં પાપ અને રાહુની સમસ્યાઓ પણ દૂર થઇ જાય છે. ચૈત્ર મહિનાનાં કૃષ્ણ પક્ષ દરમિયાન આ વ્રત કરવામાં આવે છે. વાતાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આ મહિનામાં પાણીનો વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. આ વખતે પાપમોચની એકાદશી 13 માર્ચનાં દિવસે હશે.

આ વ્રત રાખવાનાં કેટલાક નિયમ છે.

આ વ્રત 2 પ્રકારે રાખવામાં આવે છે. એક નિર્જલ વ્રત અને જલિય વ્રત(પાણી વગર અન ફળાહારવાળુ). સામાન્ય રીતે નિર્જલ વ્રત સ્વસ્થ વ્યક્તિએ જ રાખવું જોઇએ. અન્ય વ્યક્તિઓએ ફળાહાર અથવા જલિય ઉપવાસ કરવો જોઇએ. આ વ્રતમાં દશમનાં દિવસે ફક્ત એકવાર સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઇએ. એકાદશીનાં દિવસે સવારે શ્રી હરિની પૂજા કરવી જોઇએ. જો જાગરણ કરીને શ્રી હરિની ઉપાસના કરવામાં આવે તો દરેક પાપોનું પ્રાયશ્ચિત કરી શકાય છે.આ દિવસે જળ અને ફળ જ આરોગવામાં આવે તે શ્રેષ્ઠ છે. સવારે ઉઠી સ્નાન કરીને એકાદશી વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ કરવો જોઇએ. સૂર્યને જળ ચઢાવો અને કેળાનાં છોડમાં પાણી નાખો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવો. ત્યારબાદ શ્રીમદ ભગવત ગીતાનાં અગિયારમાં અધ્યાયનું પઠન કરો. તમે શ્રી હરિનાં મંત્ર ‘ઓમ હરે નમ:’નું પઠન પણ કરી શકો છો. સંધ્યાકાળે નિર્ધન માણસોને અન્નનું દાન આપો.

રાહુની સમસ્યા દૂર કરવા માટે સવારે સૂર્યોદયનાં પહેલા પીપળાનાં વૃક્ષમાં જળ નાંખો. દિવસભર જળ અને ફળનું સેવન કરી ઉપવાસ રાખો. સાંજનાં સમયે પીપળાનાં વૃક્ષની પરિક્રમા કરો અને તેની ફરતે સુતરાઉ દોરો બાંધો. ઓછામાં ઓછી 7 વખત પરિક્રમા કરો. ત્યારબાદ ત્યા દીપક સળગાવી અને સફેદ મીઠાઇનો ભોગ આપવો જોઇએ અને રાહુની સમસ્યા પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવી જોઇએ.