નરેન્દ્ર પટેલ મહેસાણામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા સ્ટેજ પર - Sandesh
NIFTY 10,788.55 +88.10  |  SENSEX 35,081.82 +310.77  |  USD 63.8825 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • નરેન્દ્ર પટેલ મહેસાણામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા સ્ટેજ પર

નરેન્દ્ર પટેલ મહેસાણામાં રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા સ્ટેજ પર

 | 9:27 pm IST

હાર્દિક પટેલનો સાથીદાર અને ઉત્તર ગુજરાતમાં પાસના નેતા નરેન્દ્ર પટેલ કે જેણે ભાજપમાં જોડાયા પછી કલાકોમાં જ યુ-ટર્ન લઈને ભાજપ પર તેમને કરોડ રૂપિયામાં ખરીદવા ઓફર કરાયી હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે શાસક પક્ષે તેમના દાવાને ફગાવી દીધાં હતા અને કોંગ્રેસ તરફથી બધું જ ઉપજાવી કાઢવામાં આવ્યું હોવાની વાત કરી હતી. તે નરેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતમાં રાહુલ ગાંધીના પ્રવાસના બીજા દિવસે તેમની સાથે મહેસાણામાં સ્ટેજ પર જોવા મળ્યા હતા.

નરેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જીતુ વાઘાણીની હાજરીમાં ઓક્ટોબરની 22 તારીખે ભાજપમાં જોડાયા હતા, પણ તે પછી ગણતરીની કલાકોમાં જ તેમણે રાતે 11.00 વાગે પ્રેસ કોન્ફરન્સ  કરીને એવો દાવો કર્યો હતો કે ભાજપમાંથી વરુણ પટેલ મારફતે 1 કરોડ રૂપિયાની ઓફર મોકલવામાં આવી હતી. અને ટોકન પેટે દસલાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. તેમણે નાટકીય રીતે 10 લાખની ચલણી નોટો રજૂ કરી હતી. ત્યારે ભાજપના ભરત પંડ્યાએ એવો દાવો કર્યો હતો કે આ આરોપો સદંતર ખોટાં છે. તેમણે નરેન્દ્ર પટેલની વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

નરેન્દ્ર પટેલ આ મામલાને કોર્ટમાં ઘસેટી ગયા હતા. તેમણે જીતુ વાઘાણી અને ભાજપના કેટલાંક નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં દાવો કર્યો હતો. પોતાની તરફેણમાં પુરાવા રજૂ કરતા એક વ્યક્તિને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.

આ વિવાદ હજી સમ્યો નથી ત્યાં રાહુલ ગાંધી સાથે નરેન્દ્ર પટેલે સ્ટેજ શેર કરતા નવો વિવાદ ઉભો થયો છે. ભાજપ આ ઘટનાને પગલે પોતે સાચા હોવાનું અને નરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા આરોપો કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવેલા હોવાનું જણાવ્યું હતું.