pabbar valley is one of the most amazing offbeat destinations in India
  • Home
  • Featured
  • જરૂર મુલાકાત લો ‘પબ્બર વેલી’ની, કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થળ આવ્યુ હિમાચલના ખોળે

જરૂર મુલાકાત લો ‘પબ્બર વેલી’ની, કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થળ આવ્યુ હિમાચલના ખોળે

 | 12:28 pm IST

જો તમે ઓફબીટ ડેસ્ટિનેશન્સ પર ફરવાના શોખીન હો અને એવી જગ્યા શોધી રહ્યા છો જ્યાં તમને પ્રકૃતિની તમામ સુંદરતાનો અનુભવ કરવાની તક મળે તો હિમાચલ એક સુંદર જગ્યા છે. જ્યાં તમે પ્રકૃતિના હજારો રંગ એક સાથે માણી શકો છો. તમને કુદરતનો ખોળો ખુંદવાનું ગમતુ હોય તો તમારા માટે ‘પબ્બર વેલી’ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

‘પબ્બર વેલી’ ભારતનું બેસ્ટ ઓફબીટ ડેસ્ટિનેશન્સ
‘પબ્બર વેલી’ એ પ્રકૃતિના ખોળામાં વસેલું એક અદ્ભુત સ્થળ છે. તે ભારતના શ્રેષ્ઠ સ્થાનમાંથી એક છે. ખળ-ખળ વહેતી નદીઓ અને ધોધ આ સ્થાનની સુંદરતામાં વધારો કરે છે. પબ્બર વેલી તેની સુંદરતા માટે જ પ્રખ્યાત નથી, પરંતુ અહીંની યાત્રા પ્રવાસીઓના સાહસનું કેન્દ્ર છે. આમાં ગડસરી, જંગલિક, રૂપીન પાસ, રોહરુ અને ખારાપથ્થર ટ્રેક શામેલ છે.

અહીંની સંસ્કૃતિ જોવાની તક
આ રસ્તાઓ પર, તમને ગાઢ જંગલોથી લઈને નદીઓ અને ધોધની સુંદરતા જોવા મળશે. દેવદાર અને ઓકના ઘટાટોપ જંગલો તેમજ લીલોતરીથી છવાયેલા બરફના પહાડો જોવા મળશે. હરિયાળી અને બરફની ચાદર ઓઢેલો આ જંગલો કુદરતી સૌંદર્યથી ભરપુર છે. ટ્રેકીંગના શોખીન લોકોને આ સ્થળ આકર્ષે છે. આ સ્થળો પર તમ કોઇ પણ સિઝનમાં જઇ શકો છો જો કે ચોમાસામા ટ્રેકીંગ કરવુ થોડુ જોખમ ભરેલુ છે.

ખડાપથર-કુપ્પડ ટ્રેક સૌથી પ્રખ્યાત
હિમાચલ પ્રદેશની પબ્બર ઘાટીનો ટ્રેક અને તેની આ યાત્રા એકદમ સરળ છે. તેની શરૂઆત ખડાપથ્થરથી થાય છે, જે આ ક્ષેત્રનું મુખ્ય ગામ છે. લગભગ 6 કિલોમીટર દૂર ગિરીગાંગા નદીના ઉદ્ગમ સ્થળે જવા માટે એક કાચો રસ્તો છે. તમે અહીં કેમ્પિંગ પણ કરી શકો છો. દૂર સુધી ફેલાયેલા હિમાલયના શિખરો જોવા મળે છે. અહીંથી નીકળતી ગિરીગંગા યમુનામાં જોડાય છે.

આ વીડિયો જુઓ: બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર બન્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન