પેકેજિંગ ક્ષેત્રે રોકાણ માટે RDB RASAYANS આકર્ષક – Sandesh
1.6M
1M
1.7M
APPS

પેકેજિંગ ક્ષેત્રે રોકાણ માટે RDB RASAYANS આકર્ષક

 | 12:13 am IST
  • Share

આરડીબી રસાયણ પોલિમર બેઇઝ વુવન બેગ્સ અને એફઆઈબીસી (જમ્બો બેગ)નું ઉત્પાદન કરે છે. ૨૦૦૩માં કંપનીએ તેના કામકાજની શરૂઆત ૧૮૦૦ એમટીઓઈએ ક્ષમતા સાથે કરી હતી. કંપની બંગાળના હલ્દિયા ખાતે પ્લાન્ટ ધરાવે છે. કંપની ર્વિટકલી ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. સુગર, પેટ્રોકેમિકલ્સ, કેમિકલ્સ, ર્ફિટલાઇઝર કંપનીઓ ખાસ કરીને આ કંપનીના ક્લાયન્ટ્સ છે.

કંપનીની ઇક્વિટી માત્ર રૂ. ૧૭.૭૧ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ. ૯૦ કરોડનું રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૭૨.૭૩ ટકા અને પબ્લિક ૨૭.૨૭ ટકા સ્ટેક ધરાવે છે. કંપનીના શેરની બુક વેલ્યૂ રૂ. ૬૦.૬ છે અને વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૦.૮૮ના સાવજ નીચા પ્રાઇઝ ટુ બુક વેલ્યૂથી ક્વોટ થઈ રહ્યો છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીના પરિણામો ખૂબ જ સુંદર રહ્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની આવક ૨૪.૭૫ ટકા વધીને રૂ. ૨૫.૬૫ કરોડ થઈ છે જ્યારે કંપનીનો નફો રૂ. ૨.૬૦ કરોડથી ૯૯.૬૦ ટકા વધીને રૂ. ૫.૧૯ કરોડ થયો છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. ૨.૯૩ની ઈપીએસ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧ના પહેલા નવ મહિનામાં કંપનીનું વેચાણ રૂ. ૬૫.૦૫ કરોડ થયું છે. જ્યારે કંપનીનો નફો રૂ. ૭.૯૮ કરોડથી ૯૬.૯૯ ટકા વધીને રૂ. ૧૫.૭૨ કરોડ થયો છે. કંપનીએ નવ મહિનામાં રૂ. ૮.૮૭ની ઈપીએસ હાંસલ કરી છે. વર્તમાન ભાવે આ સ્ટોક માત્ર ૪.૯૨ના સાવજ નીચા પીઈ રેશિયોથી ક્વોટ થઈ રહ્યો છે.

આ કંપનીના શેરનો ઓલટાઇમ હાઇ ભાવ રૂ. ૧૦૯.૫૦ હતો જે સપ્ટેમ્બર ૨૦૧૮માં જોવા મળ્યો હતો જેની સામે વર્તમાન ભાવે આ સ્ટોક ૫૧ ટકા નીચે ક્વોટ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે કંપની તેના ઇતિહાસમાં સૌથી વધારે ઓપરેટિંગ પ્રોફ્ટિ અને નેટ પ્રોફ્ટિ હાંસલ કરી શકે છે જ્યારે સ્ટોક તેના ઓલટાઇમ હાઇથી ખૂબ જ નીચે ટ્રેડ કરી રહ્યો છે. પેકેજિંગ સેક્ટરમાં આ સ્ટોક રોકાણ માટે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. સ્ટોકમાં રૂ. ૪૫ના સ્ટોપ લોસ સાથે મધ્યમથી લાંબાગાળાનું રોકાણ કરી શકાય. ઉપરમાં આવનાર ૧૨થી ૧૫ મહિનામાં આ સ્ટોક રૂ. ૭૦-૮૦નો આંક દર્શાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન