Video : દર્શન કરો સુરતમાં આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરના - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો સુરતમાં આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરના

Video : દર્શન કરો સુરતમાં આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરના

 | 1:47 pm IST

દેવોના દેવ મહાદેવની ભક્તિસાથે સાથે આજે સોમવતી અમાસનો પવિત્ર દિવસ પણ છે. જેથી આજે શિવજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. જેથી આજે દર્શન કરીશુ સુરતમાં આવેલ પારદેશ્વર મહાદેવના…જયાં 1751 કિલોના શિવલિંગના દર્શન થાય છે. અવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કરવાથી મોક્ષ, ધન અને સુખની પ્રાપ્તિ થાય છે. તો આવો દર્શન કરીએ આ સુંદર મંદિરના.

મહાદેવને રીઝવવા ભક્તોને બહુ પ્રયત્નો કરવા પડતા નથી. એક લોટા જળાભિષેકથી પણ મહાદેવ રીઝી જાય છે. તેમ છતા પણ અલગ અલગ રીતે ભક્તો મહાદેવને રીઝવે છે. દેવાધી દેવ મહાદેવને આકાર અને નિરાકાર એમ બંને સ્વરૂપે પુજવામાં આવે છે અને નિરાકાર સ્વરૂપમાં એટલે લિંગ સ્વરૂપમાં જો પારદનું શિવલીંગ હોય તો તેનો મહિમા અનેરો છે. ત્યારે સુરત ખાતેના પારદેશ્વર મહાદેવનું શિવાલય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

સનાતન ધર્મમાં કૈલાશપતિ મહાદેવની અર્ચના યુગોયુગોથી થતી આવી છે. જે આદિ અનાદિ છે, જેના કોઈ માતાપિતા નથી એવા મહાદેવ સમસ્ત માનવજાતને બોધપાઠ આપે છે. અર્થાત રસલિંગ એ જ મહાલિંગ છે જેમાં શિવ અને શક્તિનો વાસ છે અને જે સાચુ શિવાલય કહેવાય છે. ભગવાન શિવે કહ્યું છે મને પામવા માટે 12 જ્યોતિર્લિંગના દર્શન અથવા તો મારા પારદ શિવલિંગના દર્શન કરવાથી હું સમાન જ ફળ આપીશ, આમ પારદ શિવલીંગનો મહિમા અનેરો છે.