Padma Shri H. L. Trivedi founder of Civil Hospital Kidney Hospital passes-away
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની કિડની હોસ્પિટલનાં સ્થાપક પદ્મશ્રી ડો. એચ. એલ ત્રિવેદીનું નિધન

અમદાવાદની કિડની હોસ્પિટલનાં સ્થાપક પદ્મશ્રી ડો. એચ. એલ ત્રિવેદીનું નિધન

 | 3:37 pm IST

5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ ત્રિવેદીનું નિધન થઇ ગયું છે. તેઓ ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા. બપોરે અઢી વાગ્યે તેમનું અવસાન થયું હતું. તેમના નશ્વર દેહને દર્શાનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રમાઈસિસમાં આવતી કાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે.

400 કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર અને દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. છેલ્લા બે વર્ષથી તેમની તબિયત લથડી હતી, પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા હતા.

ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી
જન્મ તારીખ
31 ઑગસ્ટ, 1932, ચોરાવાડ, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.

કુટુંબ
માતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી
પત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી

અભ્યાસ
• પ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (1953)
• એમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (1963)
• ઈ.સી.એફ.એમ.જી, (1963)
• 1963 થી 1969 સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.

વ્યવસાય
•1960 – 1962, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
•1970 – 1977, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.
•1977 – 1981, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
•1981 થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.

વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.
•કુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.
•કુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.

સન્માન
•અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી, 2014માં ‘નગર રત્ન’ પુરસ્કાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન