‘Padmaavat’ Actress Aditi Rao Hydari Popular on Social Media
  • Home
  • Featured
  • ‘પદ્માવત’ ફેમ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીનો જુઓ આ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ

‘પદ્માવત’ ફેમ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીનો જુઓ આ બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ

 | 5:51 pm IST

એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી જેને સંજય લીલા ભણસાલીની એપિક ફિલ્મ ‘પદ્માવત’માં મહેરુનિસાના પાત્રમાં શાનદાર અભિનય કરી દર્શકો વચ્ચે એક અલગ છાપ છોડી હતી. તેઓ હાલ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રશંસકોના દિલ પર રાજ કરે છે. અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તેઓ સતત ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. જે ઝડપથી વાયરલ થઈ જાય છે.

પ્રતિભાશાળી એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરી તેના મોહક વ્યક્તિત્વ અને વિશેષતા માટે જાણીતી છે. અદિતિએ તેના ફિલ્મી કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ ‘Sringaram’થી કરી હતી. જ્યારે બોલિવૂડમાં અદિતિએ ફિલ્મ ‘દિલ્હી 6’થી એન્ટ્રી કરી હતી. ઘણા ઓછો લોકો જાણે છે કે અદિતિ રાવ હૈદરી એક્ટરની સાથે સિંગર પણ છે. તેને 2012માં રિલીઝ થયેલ ફિલ્મ ‘લંડન, પેરિસ, ન્યૂ યોર્ક’માં પ્લેબેક સિંગિંગ પણ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અદિતિને ફિલ્મ ‘ભૂમિ’ માટે બેસ્ટ એક્ટર(ક્રિટિક્સ)નો દાદાસાહેબ ફાલ્કે Excellence એવોર્ડ પણ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન