બોક્સ ઓફિસ પર ખેલાડી કુમારનો જાદુ છવાયો, 4 દિવસમાં કરી કરોડોની કમાણી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોક્સ ઓફિસ પર ખેલાડી કુમારનો જાદુ છવાયો, 4 દિવસમાં કરી કરોડોની કમાણી

બોક્સ ઓફિસ પર ખેલાડી કુમારનો જાદુ છવાયો, 4 દિવસમાં કરી કરોડોની કમાણી

 | 1:40 pm IST

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેન’ સારી એવી કમાણી કરી રહી છે. તેમજ બોક્સ ઓફિસ પર પહેલા જ સપ્તાહમાં ફિલ્મએ 40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની રિપોર્ટ અનુસાર, સોમવારે પેડમેન એ લગભગ 5.72 કરોડ રૂપિયાની કમાણી કહી છે. તેની સાથે ફિલ્સએ 4 દિવસમાં 45.25 કરોડનો બિઝનેસ કર્યો છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયાનાં આંકડા અનુસાર, ‘પેડમેન’ એ રિલીઝ પહેલાં દિવસે 10 કરોડ, બીજા દિવસે 13.50 કરોડ, રવિવારે 16 કરોડ અને સોમવારે 5.75 કોરડ રૂપિયાની કમાણી કરી છે. મંગળવારે શિવરાત્રીની રજા અને બુધવારે વેલેન્ટાઈવ દિવસ હોવાથી ફિલ્મ વધુ કમાણી કરી શકે છે. અક્ષય કુમારની આ ફિલ્મ વિદેશોમાં પણ સારી કમાણી કરી રહી છે. વિદેશમાં શરૂઆતનાં ત્રણ દિવસમાં ફિલ્મએ 16 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

60 કરોડ રૂપિયાનાં બજેટમાં બનેલી અક્ષય કુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટેની આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.