પદ્માવત બાદ હવે મનિકર્નિકા : ધ ક્વીન ઓફ ઝાંસીનો વિરોધ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • પદ્માવત બાદ હવે મનિકર્નિકા : ધ ક્વીન ઓફ ઝાંસીનો વિરોધ

પદ્માવત બાદ હવે મનિકર્નિકા : ધ ક્વીન ઓફ ઝાંસીનો વિરોધ

 | 12:48 am IST

ઇતિહાસની વાર્તા જે ફિલ્મમાં રજૂ થતી હોય છે, તે પ્રકારની ફિલ્મો જોવી દર્શકોને પસંદ પડે છે. તેના કારણે પ્રોડયુસર પણ ઔતિહાસિક વિષયને રજૂ કરતી ફિલ્મો બનાવવી પસંદ કરે છે. ઔતિહાસિક કથા પર આ અગાઉ પણ અનેક ફિલ્મો બની ચુકેલી છે. પરંતુ અત્યારે વિરોધનો એક ટ્રેન્ડ શરૂ થયો હોય તેવુ લાગે છે. સિનેજગતમાં છેલ્લા ઘણા સમયથી ફિલ્મોને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ વિરોધ નાના પાયે કરવામાં આવતા હતા, જે એક બે વખત ચર્ચામાં આવીને તે ફિલ્મ રિલિઝ પણ થતી હતી. પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો વિરોઘ થયો, જેના કારણે ફિલ્મ જે સમયે રિલિઝ થવાની હતી, તેની તારીખમાં પણ બદલાવ કરવો પડયો હતો. હવે મહારાષ્ટ્ર રાજ્યના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ પર ફિલ્મ બનવા જઇ રહી છે, ફિલ્મનું નામ મનિર્કિણકા : ધ ક્વીન ઓફ ઝાંસી છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ તો આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે, કે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ફિલ્મમાં ઝાંસીની રાણી અને એક અંગ્રેજી ઓફિસર વચ્ચે એક રોમેન્ટિક સોન્ગ રાખવામાં આવ્યું છે. ફિલ્મની ટીમ આ વાતને માત્ર અફવા ગણાવે છે. તેઓ જણાવે છે, કે આ બધી અફવાઓ છે, ફિલ્મને જોયા પહેલાં જ આ પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવે છે, જેના કારણે ફિલ્મનો વિરોધ થાય. ફિલ્મના નિર્માતાએ સરકારને આશ્વાસન આપતાં જણાવ્યું છે કે, ફિલ્મમાં વિરોધ કરવામાં આવે તેવું કંઇ જ નથી, અને ફિલ્મમાં અમે ઐતિહાસિક તથ્યો સાથે કોઇ છેડછાડ કરી નથી. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કંગના રણોત જોવા મળશે. શુટિંગ સ્થળેથી કંગનાના અમુક ફોટા સોશિયલ નેટવર્ક પર લીક થયા હતા, જેમાં તે ઝાંસીની રાણીના રૂપમાં સુંદર લાગી રહી હતી. હવે પદ્માવત માટે દીપિકાની જે સ્થિતિ હતી તેવી કંગનાની ન થાય તો સારુ.