આખરે આવી ગયું ''પદ્માવતી''નું ટ્રેલર, રણવીરનું ખૂંખાર રૂપ જોઈને થડકી ઉઠશો - Sandesh
NIFTY 10,272.15 -88.00  |  SENSEX 33,415.74 +-269.80  |  USD 64.8750 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આખરે આવી ગયું ”પદ્માવતી”નું ટ્રેલર, રણવીરનું ખૂંખાર રૂપ જોઈને થડકી ઉઠશો

આખરે આવી ગયું ”પદ્માવતી”નું ટ્રેલર, રણવીરનું ખૂંખાર રૂપ જોઈને થડકી ઉઠશો

 | 1:35 pm IST

2017ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પદ્માવતીનું ટ્રેલર રિલીઝ કરાયું છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહીદ કપૂર મુખ્ય ભૂમિકાઓ છે. ફિલ્મની કહાની મહારાણી પદ્માવતી પર આધારિત છે અને દીપિકા પદ્માવતીની ભૂમિકા કરવાની છે.

ફિલ્મના ટ્રેલરમાં દીપિકા, રણવીર અને શાહીદ ત્રણેય પોતાના પાત્ર સાથે સારી રીતે ન્યાય કરતા નજરે આવી રહ્યાં છે. રણવીર પૂરી રીતે ખિલજીના પાત્રમાં રંગાયેલો જોવા મળ્યો છે. ટ્રેલરમાં રણવીર અલગ અંદાજમાં અને નેગેટિવ લુકમાં દેખાયો છે. રણવીરે પદ્માવતીના ટ્રેલરને ટ્વિટર પર શેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ફિલ્મનો ફસ્ટ લુક લોન્ચ કરાયો હતો. ત્યારે સૌની ઈંતેજારી વધી ગઈ હતી. અને ક્યારે ટ્રેલર લોન્ચ થશે તેવી રાહ જોવાતી હતી. કારણ કે, દરેક ફિલ્મોની જેમ સંજય લીલા ભણશાળીની આ ફિલ્મ પણ પહેલેથી જ ચર્ચામાં રહી છે.