NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પદ્માવતીની રિલીઝને કોઈ અટકાવી શકે એમ નથી : દીપિકા પદુકોણ

પદ્માવતીની રિલીઝને કોઈ અટકાવી શકે એમ નથી : દીપિકા પદુકોણ

 | 4:48 am IST

નવી દિલ્હી, તા. ૧૪

ફિલ્મ પદ્માવતીની રિલીઝને લઈને ઊભા થયેલા વિવાદની વચ્ચે ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પદુકોણે કહ્યું છે કે કોઈ પણ વસ્તુ આ ફિલ્મના પ્રસારણને રોકી શકે એમ નથી. દીપિકાએ કહ્યું કે અમે જેના પ્રતિ જવાબદાર છીએ તે ફક્ત સેન્સરબોર્ડ છે. હું જાણું છું અને મારો વિશ્વાસ છે કે આ ફિલ્મની રિલીઝને કોઈ રોકી શકતું નથી. દીપિકાએ કહ્યું કે ફિલ્મને ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ જણાવે છે કે આ ફક્ત પદ્માવતીની વાત નથી. અમે એના કરતાં વધુ મોટી લડાઈ લડી રહ્યાં છીએ.

ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દીપિકાની ડચ નાગરિકતાનો હવાલો આપતાં તેના પર નિશાન સાધ્યું હતું. તેમણે દીપિકા પર હુમલો કરતાં કહ્યું હતું કે આખરે દીપિકા પદુકોણ આપણી નિંદા કરી શકે છે, કારણ કે તે ભારતીય નથી. સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અભિનેત્રી દીપિકા પદુકોણ આપણને પછાતપણાને લઈને લેક્ચર આપી રહી છે. આ દેશ ત્યારે જ વિકાસ કરી શકે છે જ્યારે તેમની નજરમાં એ પાછળ જઈ રહ્યો હોય.

પદ્માવતીના વિરોધને લઈને દીપિકાએ કહ્યું, આ ડરાવવાવાળો છે, નિઃસંદેહ બહુ ભયભીત કરનાર છે. આપણે આપણને કેવા બનાવી દીધા છે? એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? પદ્માવતી સંજય લીલા ભણસાલીની એવી ત્રીજી ફિલ્મ છે જેમાં દીપિકા પદુકોણે તેમના દિગ્દર્શનમાં કામ કર્યું છે.

બહુ ઓછા અવસર મળે છે

દીપિકાએ પોતાના કિરદાર બાબતે કહ્યું કે આ સ્વતંત્ર વ્યક્તિત્વ હતું અને બહુ જ મજબૂત કિરદાર હતું. કોઈ અભિનેત્રીની કરિયરમાં આવો અવસર બહુ ઓછો આવે છે.

રાણી પદ્માવતીને અપમાનિત કરવાનો આક્ષેપ

દીપિકાએ કહ્યું કે એક મહિલા તરીકે મને આ ફિલ્મનો ભાગ બનવાનો ગર્વ થાય છે. આ સ્ટોરી વિશે જે જણાવવાની જરૂર છે એ જણાવવું જોઈએ. વસ્તુતઃ કેટલાક દક્ષિણપંથી સંગઠનોએ ફિલ્મમાં વાર્તાને તોડીમરોડી રજૂ કરવાનો અને રાણી પદ્માવતીને અપમાનિત કરવાનો આક્ષેપ કર્યો છે.