પદ્માવતી સાહસિક અને ચારિત્ર્યવાન રાણી, એકપણ પાસું વાંધાજનક નથી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પદ્માવતી સાહસિક અને ચારિત્ર્યવાન રાણી, એકપણ પાસું વાંધાજનક નથી

પદ્માવતી સાહસિક અને ચારિત્ર્યવાન રાણી, એકપણ પાસું વાંધાજનક નથી

 | 5:54 pm IST

ફિલ્મનિર્માતા સંજય લીલા ભણસાળીની વિવાદિત ફિલ્મ પદ્મવાતને લઈને થયેલાં તોફાનો બાદ રાજસ્થાન હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. સંજય લીલા ભણસાળી સામે થયેલી ફરિયાદથી ઊલટું ફિલ્મ પદ્માવતમાં રાજપૂત સમુદાયની વીરતા અને સાહસને દર્શાવવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં કંઈ વિવાદાસ્પદ નથી. રાજસ્થાન હાઈકોર્ટે ફિલ્મનાં વખાણ કરતાં મંગળવારે ઓર્ડર પાસ કર્યો કે ભણસાળી, દીપિકા અને રણવીરસિંહ સામે થયેલી એફઆઈઆરને રદ કરવામાં આવે.

ફિલ્મનિર્મતા સંજય લીલા ભણસાળી સામે થયેલી એફઆઈઆરમાં આક્ષેપ લગાવાયા હતા કે, ફિલ્મમાં ઐતિહાસિક તથ્ય સાથે છેડછાડ કરવામાં આવી છે અને રાજપૂત સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે હવાલો આપતાં કહ્યું કે, રાજસ્થાન સરકાર સમગ્ર રાજ્યમાં આ ફિલ્મનાં રિલીઝ માટે પૂરતી સરક્ષાવ્યવસ્થા કરે. સુપ્રીમ કોર્ટે પહેલાં જ આ ફિલ્મને રિલીઝ કરવા લીલી ઝંડી આપી દીધી હતી.

ભણસાળી તરફથી નિશાંત બોરાએ જણાવ્યું હતું કે, એફઆઈઆરને રદ કરવાના આદેશ દરમિયાન કાર્ટને જાણવા મળ્યું કે, આ ફિલ્મમાં રાણી પદ્માવતીની ગરિમા બતાવવામાં આવી છે. એવી કોઈ સામગ્રી નથી જેના પરથી કહી શકાય કે ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મમાં એવાં પણ પાસાં નથી કે જેથી રાજપૂત સમુદાયની ભાવનાઓને કોઈ ખોટા ઇરાદાથી ઠેસ પહોંચે.

એફઆઈઆરના આરોપ કરતાં ફિલ્મ અલગ છે
સંજય લીલા ભણસાળી તરફથી નિશાંત બોરે જણાવ્યું કે, આ રાજ્યનો એક વિશાળ ઇતિહાસ રહ્યો છે તેમના પર દરેકને ગર્વ થવો જોઈએ. એફઆઈઆરમાં જે આરોપ મૂકવામાં આવ્યા છે તેના કરતાં ફિલ્મ ઘણી અલગ છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ મહેતાએ કહ્યું હતું કે, પદ્માવતી શિષ્ટતા અને સાહસ ધરાવતાં સ્ત્રી હતાં. ફિલ્મમાં દેશનો ગૌરવશાળી ઇતિહાસ દર્શાવાયો છે. પૂરતા પોલીસબંદોબસ્ત વચ્ચે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરી જસ્ટિસ મહેતાએ ફિલ્મ નિહાળી હતી. કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પ્રદર્શન યથાવત્ રહેશે.