પાક. સેનાધ્યક્ષ કુલભૂષણ જાધવ સામેના પુરાવાની ચકાસણી કરી નિર્ણય લેશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • પાક. સેનાધ્યક્ષ કુલભૂષણ જાધવ સામેના પુરાવાની ચકાસણી કરી નિર્ણય લેશે

પાક. સેનાધ્યક્ષ કુલભૂષણ જાધવ સામેના પુરાવાની ચકાસણી કરી નિર્ણય લેશે

 | 9:41 am IST

પાકિસ્તાની સેનાએ રવિવારે જણાવ્યું હતું કે, સેનાધ્યક્ષ કમર જાવેદ બાજવા ભારતીય નાગરરિક કુલભૂષણ જાધવ સામેના પુરાવાની ચકાસણી કરી રહ્યા છે. પાકિસ્તાની લશ્કરી કોર્ટે જાધવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા ફટકારી છે. ૈંજીઁઇના ડિરેક્ટર જનરલ મેજરર જનરલ આસિફ ગફૂરે જણાવ્યું હતું કે, જનરલ બાજવા જાધવની અપીલ પર વહેલી તકે અંતિમ નિર્ણય લેશે. તેમનો નિર્ણય મેરિટ આધારિત હશે.

આઈએસપીઆરના જૂન ૨૨નાં નિવેદન અનુસાર જાધવે ગયા મહિને મિલિટરી કોર્ટે દયાની અરજી નકારી કાઢયા બાદ જનરલ બાજવા સમક્ષ દયાની અરજી કરી છે.

જાધવને પાકિસ્તાનની લશ્કરી અદાલત દ્વારા એપ્રિલ ૨૦૧૭માં જાસૂસી અને આતંકવાદ ફેલાવવાના આરોપસર ફાંસીની સજા અપાઈ હતી. ભારત સરકારની અપીલને પગલે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે મે મહિનામાં જાધવની ફાંસી પર મનાઇ ફરમાવી દીધી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ૩ માર્ચ ૨૦૧૬ના રોજ ઇરાનમાંથી પાકિસ્તાનમાં પ્રવેશેલા જાધવની બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરાઇ હતી. ભારત સરકારનો દાવો છે કે નૌકાદળમાંથી નિવૃત્ત થયા બાદ જાધવ બિઝનેસ હિતો માટે ઇરાન ગયો હતો અને