pak-fm-qureshis-session-boycotted-at-london-conference
  • Home
  • Featured
  • પાકિસ્તાનના વિદેશ મંત્રી પ્રેસ પર લેક્ચર આપવા પહોંચ્યા લંડન, પણ થઇ ગયો ‘ફજેતો’

પાકિસ્તાનના વિદેશ મંત્રી પ્રેસ પર લેક્ચર આપવા પહોંચ્યા લંડન, પણ થઇ ગયો ‘ફજેતો’

 | 7:07 pm IST

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને લંડનમાં એક કોન્ફરન્સ દરમ્યાન ભારે શરમજનક સ્થિતીનો સામનો કરવો પડ્યો હતો. લંડનમાં પ્રેસની આઝાદી પર આયોજીત એક કોન્ફરન્સમાં જ્યારે કુરૈશી પહોંચ્યા તો ખુરશીઓ ખાલી જોવા મળી. મીડિયા અંગે બોલવા લંડન પહોંચેલા કુરૈશીને પત્રકારોના બહિષ્કાર અને વિરોધનો સામનો કરવો પડ્યો.

કોન્ફરન્સ દરમ્યાન જ્યારે મંચ પર પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશી પહોંચ્યા તો પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતાને લઇને તેઓને ઘેરી લીધા હતા. કુરૈશીને પાકિસ્તાનમાં સેંસરશિપને લઇને આકરા સવાલો પુછવામાં આવ્યા. તાજેતરમાં જ પાકિસ્તાનની ઇલેકટ્રોનિક મીડિયા નિયામક સંસ્થાએ જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીનો ઇન્ટરવ્યુ પ્રસારીત કરવાના કારણોસર ત્રણે ખાનગી ચેનલોના ટ્રાંસમીશન સસ્પેન્ડ કરી દીધા હતા.

પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીની કેનેડાના સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને પત્રકાર એજરા લેવેંટ સાથે બોલાચાલી પણ થઇ ગઇ. કેનેડાના પત્રકારોએ આરોપ લગાવ્યો કે કુરૈશીએ તેમનું ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતુ. વિદેશ મંત્રી પર ગુસ્સે થતાં પાક પત્રકાર લેવેંટે લખ્યું કે, ‘તમે મને સેંસર કર્યો, મારૂ કેનેડામાં ટ્વીટર એકાઉન્ટ છે. મારા ટ્વીટથી પાકિસ્તાનમાં ઇશનિંદ કાયદાનું ઉલ્લંધન થયું માટે તમારી સરકારે મારૂ ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરાવી દીધું. શું તમે કહી શકશો કે પાકિસ્તાનમાં તમારી ઇસ્લામિક સુપ્રીમેસી કેનેડામાં મારી સ્વતંત્ર પત્રકારત્વ પર કાતર શા માટે ચલાવી રહી છે ? પત્રકારે આગળ કહ્યું કે તમને શરમ આવવી જોઇએ, તમે કોણ છે કેનેડામાં મને ચુપ કરાવવા વાળા ? તમને અભિવ્યક્તિની સ્વતંત્રતા બિલકુલ પસંદ નથી.

પાકિસ્તાની પત્રકાર મુનીજે જહાંગીરે આ ઘટનાનો વિડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લેવેંટ કહે છે કે આયોજકોને આવા “સેંસર લગાવવા વાળા ઠગ”ને આમંત્રીત કરવા બદલ શરમ આવવી જોઇએ. લેવેંટે આગળ કહ્યું કે અભિવ્યક્તિની આઝાદી પર કુરૈશીની બેવડી નીતી સાફ દેખાઇ આવે છે.

આ મામલે સફાઇ આપતા કુરૈશીએ કહ્યું હતું કે મારો વિશ્વાસ કરો, મીડિયાને નિયંત્રીત કરવાનો કોઇ સવાલ જ પેદા થતો નથી. એ સમય વીતી ચુક્યો છે જ્યારે સેંસરશીપ શક્ય હતી, સોશિયલ મીડિયાના આ યુગમાં તમે ચાહો તે બોલી અને લખી શકો છો. મેં ક્યારેય કોઇ પત્રકારના ટ્વીટર એકાઉન્ટને બ્લોક નથી કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન