Pakistani Foreign Minister Shah Mehmood Qureshi On Ayodhya Judgment
  • Home
  • Ayodhya Verdict
  • અયોધ્યા ચુકાદા પર હવે પાકિસ્તાનની સામે આવી પ્રતિક્રિયા, ટાઇમિંગ પર ઉઠાવ્યો પ્રશ્ન

અયોધ્યા ચુકાદા પર હવે પાકિસ્તાનની સામે આવી પ્રતિક્રિયા, ટાઇમિંગ પર ઉઠાવ્યો પ્રશ્ન

 | 4:46 pm IST

દેશનાં સૌથી જૂના અને વિવાદાસ્પદ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદીત જમીન પર રામલલાનો હક માન્યો છે, જ્યારે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ અલગ સ્થાન પર જમીન આપવા કહ્યું છે. અયોધ્યા મામલે ફક્ત દેશની જ નહીં, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનની પણ નજર ટકી રહી હતી. પાકિસ્તાનનાંમોટાભાગનાં મહત્વનાં સમાચારપત્રોમાં અયોધ્યા મુદ્દાને પ્રમુખતાથી જગ્યા આપવામાં આવી છે. પાકિસ્તાનમાં ટ્વિટર પર રામ મંદિર અને અયોધ્યા સાથે જોડાયેલા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે.

ટાઇમિંગને લઇને નારાજગી વ્યક્ત કરી 

આ દરમિયાન પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અયોધ્યા મામલે ટાઇમિંગને લઇને નારાજગી વ્યક્ત કરી છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે, “જે દિવસે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, તે જ સમયે અયોધ્યા મામલે ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો છે.” ડૉન ન્યૂઝ ટીવી સાથે વાતચીતમાં કુરૈશીએ કહ્યું કે, “શું અયોધ્યા મામલે ચુકાદો આપવા માટે કેટલાક દિવસની રાહ નહોતી જોવાઈ શકતી? આ પ્રકારનાં ખુશીનાં અવસર પર અસંવેદનશીલતા જોઇને હું ઘણો દુ:ખી છું.”

એકવાર ફરી જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો

કુરૈશીએ વધુમાં કહ્યું કે, “તમારે આ ખુશીનાં અવસરમાં સામેલ થવું જોઇતુ હતુ અને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન નહોતો કરવો જોઇતો. અયોધ્યા મામલો સંવેદનશીલ મુદ્દો છે અને આને આજે ખુશીનાં દિવસનો ભાગ નહોતો બનાવવો જોઇતો.” કરતારપુર કોરિડોરનાં ઉદ્ધાટનનાં અવસર પર ભારતીય મીડિયાને સંબોધિત કરતા કુરૈશીએ એકવાર ફરી જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો. કુરૈશીએ પોતાના જૂના પ્રોપેગેંડા અંતર્ગત કાશ્મીરમાં માનવઅધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.

કુરૈશીએ કહ્યું કે, “અમને લાગ્યું હતુ કે ચૂંટણી બાદ સ્થિતિ ઠીક રહેશે, પરંતુ 5 ઑગષ્ટ બાદ સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ.” કુરૈશીએ કહ્યું કે, “ભારતીય રાજનેતા પણ સરકારનાં પગલા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.”

આ વિડીયો પણ જુઓ: અયોધ્યાચૂકાદા બાદ 5 જજોની સુરક્ષામાં વધારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન