Pak former Cricketer Javed Miandad says Young Players should be careful
  • Home
  • Sports
  • Cricket
  • પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિયાંદાદે યુવા ખેલાડીઓને કહ્યું- …તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી યોગ્ય જગ્યા છે

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિયાંદાદે યુવા ખેલાડીઓને કહ્યું- …તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી યોગ્ય જગ્યા છે

 | 3:59 pm IST

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે કહ્યું કે યુવા ખેલાડીઓએ પોતાની આસપાસ લાઇફસ્ટાઇલ અને વાતાવરણ પર ધ્યાન ન આપી પોતાના કરિયર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મિયાંદાદે આ વાત એક યુટ્યૂબ ચેનલ પર કહી.

મીડિયા રિપોર્ટ મુજબ મિયાંદાદે કહ્યું કે,‘હાલના યુવા ખેલાડીઓએ લાઇફસ્ટાઇલને લઈ ચિંતા ન કરવી જોઈએ. જો તેઓ એવું કરે તો તેમના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી યોગ્ય જગ્યા છે.’ મિયાંદાદે કહ્યું કે,‘અમે ક્યારે આ અંગે વિચાર ના કર્યો કે અમે મેદાન પર કેવા દેખાઈ રહ્યા છીએ. ખેલાડીઓ બાળકોના રોલ મોડલ હોય છે અને ખેલાડીઓ જે કરે છે તે બાળકો પણ કરે છે. તેથી હાલના યુવા ખેલાડીઓએ આ વાતને લઈ સાવચેત રહેવાની જરૂર છે કે તેઓ કેવું ઉદાહરણ રજૂ કરવા માંગે છે.’

મિયાંદાદે કહ્યું કે યુવા ખેલાડીઓએ પોતાની રમત પર વધુ ધ્યાન આપવું જોઈએ. પછી તે બોલર હોય કે પછી બેટ્સમેન. સાથે મિયાંદાદે યુવા ખેલાડીઓને દરેક તક ઝડપી લેવા અને સારું પ્રદર્શન કરવાની સલાહ પણ આપી. આપણે જણાવી દઈએ કે આ પહેલા મિયાંદાદે ભારતીય ટીમમાં વિરાટ કોહલીને પોતાનો ફેવરેટ ક્રિકેટર ગણાવ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: લોકડાઉનમાં કામ વગર બહાર નીકળનારા સામે કાર્યવાહી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન