ટ્રમ્પની ધમકીથી ભડકેલા પાકિસ્તાને અમેરિકા સાથેનો ગુપ્ત અને સુરક્ષા સહયોગ બંધ કર્યો - Sandesh
  • Home
  • World
  • ટ્રમ્પની ધમકીથી ભડકેલા પાકિસ્તાને અમેરિકા સાથેનો ગુપ્ત અને સુરક્ષા સહયોગ બંધ કર્યો

ટ્રમ્પની ધમકીથી ભડકેલા પાકિસ્તાને અમેરિકા સાથેનો ગુપ્ત અને સુરક્ષા સહયોગ બંધ કર્યો

 | 12:17 pm IST

પાકિસ્તાન અને અમેરિકાના સંબંધોમા તણાવ વધતો જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નારાજગી અને બાદમાં 1624 કરોડ રૂપિયાની સૈન્ય મદદ રોકાવાથી ગુસ્સાયેલા પાકિસ્તાને હવે અમેરિકાની સાથે તમામ પ્રકારના ગુપ્ત અને સુરક્ષા સહયોગ સસ્પેન્ડ કરાયો હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગીર ખાને એક કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું હતુ. જોકે, હજી એ સ્પષ્ટ નથી કે, મંત્રીનુ નિવેદન સરકારનું અધિકારિક સ્ટેન્ડ છે કે નહિ, કેમ કે અમેરિકા આ દાવાને ખોટો ગણાવી રહ્યુ છે.

પાકિસ્તાનના અખબારોમાં છપાયેલી માહિતી મુજબ, રક્ષા મંત્રી ખુર્રમ દસ્તગીરે મંગળવારે કહ્યું કે, હવે અમેરિકા સાથે સ્પષ્ટ વાત કરવાનો સમય આવી ગયો છે, જે પાકિસ્તાનને આતંકવાદનું પનાહગાહ બતાવી રહ્યું છે. ઈસ્લામાબાદમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝના કાર્યક્રમમાં સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, અમેરિકાની સાથે ગુપ્ત અને સુરક્ષા સહયોગ મોટા પાયા પર હતા. જેને અમે સસ્પેન્ડ કરી દીધા છે. અમેરિકાની તરફથી સૈન્ય મદદ રોકવી અમારા માટે કોઈ મહ્તત્વનું નથી. અમેરિકા ગત 15 વર્ષોથી કરોડો ડોલર ખર્ચ કર્યા બાદ પણ અફઘાનિસ્તાનમાં લડાઈ જીતી શક્યુ નથી અને માત્ર 40 ટકા જ નિયંત્રણ કરી શક્યુ છે. પાકિસ્તાનની ભૂમિકા પર આંગળી ઉઠાવતા પહેલા અમેરિકાએ બાકી બચેલા હિસ્સા વિશે વિચારવુ જોઈએ. તેમણે કહ્યુ કે અફઘાનિસ્તાનમાં હાર માટે અમેરિકા પાકિસ્તાનને બલિનો બકરો બનાવી રહ્યું છે.

દસ્તગીરે કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ સામે લડવા માટે ઘણી કુરબાનીઓ આપી છે. અમેરિકાએ તેને ધ્યાનમાં નથી લીધી. ખાને કહ્યું કે, હવે પાકિસ્તાન અમેરિકાને આપવામાં આવતી મિલિટરી અને ઇન્ટેલિજન્સ એડ પર પ્રતિબંધ લગાવી રહ્યું છે. અમેરિકા માટે અમે લેન્ડ અને એર પેસેજ યથાવત રાખીશું. આ વિશે કોઇ નિર્ણય ચોક્કસ જરૂરિયાત સમયે લેવામાં આવશે.

ખુર્રમે કહ્યું કે, પાકિસ્તાન પોતાના ત્યાગની કોઈ કિંમત લગાવવા નથી માંગતુ, પરંત ઈચ્છે છે તેને માન્યતા આપવામા આવે. પાકિસ્તાન આ વાતને પરમિશન નહિ આપે કે, અફઘાનિસ્તાનની લડાઈ પાકિસ્તાનની જમીન પર લડવામાં આવે. જોકે, ખાને એ સ્પષ્ટ નથી કર્યું કે, ગુપ્તચર સહયોગ રોકવાની વાતને અધિકારિક રીતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવી છે કે નહિ.

સહયોગ રોકવા પર અમેરિકાનો જવાબ
ઇસ્લામાબાદમાં અમેરિકન એમ્બેસીના સ્પોક્સપર્સન રિચર્ડ નેલ્સરે પાકિસ્તાનના નિર્ણય પર કંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. મીડિયા દ્વારા પૂછવામાં આવેલા એક જવાબમાં રિચર્ડે કહ્યું, પાકિસ્તાન તરફથી અમને અત્યાર સુધી કોઇ પણ આવા નિર્ણય વિશે જાણકારી નથી આપવામાં આવી.