PAK Needs to Arranged The Visit of at Least 5000 Pilgrims Per Day
  • Home
  • Featured
  • કરતારપુર કોરિડોરઃ PAKને ભારતે કહ્યું, પ્રતિદિન 5 હજાર શ્રદ્ધાળુંઓને આપો ફ્રી વીઝા

કરતારપુર કોરિડોરઃ PAKને ભારતે કહ્યું, પ્રતિદિન 5 હજાર શ્રદ્ધાળુંઓને આપો ફ્રી વીઝા

 | 6:00 pm IST

કરતારપુર કોરિડોરને લઇને ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલી બેઠક ગુરુવારે યોજવામાં આવી છે. કરતારપુર સાહિબ યાત્રા પર ભારતે પાકિસ્તાનને વીઝા ફ્રી યાત્રાની માંગ કરી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારત દ્વારા પ્રતિદિન પાકિસ્તનના કરતારપુર ગુરુદ્વારા જવા માટે 5 હજાર જેટલા શ્રદ્ધાળુઓને વિઝા મુક્ત પ્રવેશ આપવામાં આવે તેવો પ્રસ્તાવ ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

અટારીમાં ગુરુવારે યોજવામાં આવેલી આ બેઠક બાદ ભારતીય ડેલિગેશને મીડિયાને સમક્ષ માહિતી રજૂ કરતા જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને કરતારપુર સાહિબ જનારા શ્રદ્ધાળુઓ માટે વીઝા વગર યાત્રા કરવાની માંગ કરી છે. સાથોસાથ ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ પ્રતિદિન 5 હજાર શ્રદ્ધાળુંઓને દર્શન કરવા માટે મંજૂરી આપે. મોટા અને મહત્વપૂર્ણ અવસરે 10 હજાર શ્રદ્ધાળુંઓને તીર્થયાત્રીકોને કરતારપુર સાહિબ જવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે ગુરુદ્વારા કરતારપુર સાહિબ માટે કોરિડોર તૈયાર કરવા માટે ગુરુવારે અટારીમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે પહેલી સચિવ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે કોરિડોરના એગ્રીમેન્ટમાં સામેલ વિભિન્ન મુદ્દાઓ પર બંને દેશ મળીને કાક કરવા માટે તૈયાર છે. બેઠકમાં કોરિડોર ટેકનીકલ પોઇન્ટ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે બીજી બેઠક 2 એપ્રિલે વાઘામાં યોજવામાં આવશે.

આ મુદ્દે બંને દેશોની બેઠક પહેલા પાકિસ્તાને ભારતને 59 પાનાનો એક દસ્તાવેજ મોકલ્યો હતો. જેમાં પાકિસ્તાન તરફથી 14 સૂચન કરવામાં આવ્યા હતી. આ મામલે પાકિસ્તાનું કહેવું છે કે કોરિડોરને મુખ્ય હેતુ કરતારપુરમાં ભારતીય તીર્થયાત્રીઓ માટે વીઝા મફત યાત્રાની સુવિધા આપવાની છે. તેના માટે બંને પક્ષોએ (ભારત તથા પાકિસ્તાન) સક્રિય થવું જોઈએ. જો ભારત આ ભલામણો પર રાજી થઈ જાય છે તો આ સમજૂતી લાગી થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન