Pak PM don't know about China Uighur Muslim, Double Standards
  • Home
  • Featured
  • ચીનના મુસલમાનોની વાત આવતા જ બિલાડી બની ગયા ઈમરાન, આપ્યો કંઈક આવો જવાબ

ચીનના મુસલમાનોની વાત આવતા જ બિલાડી બની ગયા ઈમરાન, આપ્યો કંઈક આવો જવાબ

 | 3:52 pm IST

પાકિસ્તાનનો વડાપ્રધાન ઈમરાન ખાન એક તરફ કાશ્મીરના મુસલમાનો  પર અત્યાચાર થઈ રહ્યા હોવાના પાયાવિહોણી વાતો ફેલાવી રહ્યું છે  જ્યારે બીજી બાજુ પોતાના જીગરી મિત્ર ચીનમાં ઉઈગર મુસલમાનોની દયનિય સ્થિતિને લઈને જડબાભીંસ મૌન સેવી રહ્યાં છે. ચીનના ઉઈગર મુસલમાનો વિષે વાત કરતા ઈમરાન ખાન એક ઝાટકે જ બંધ થઈ જાય છે. ઈમરાન ખાનના આ ડબલ સ્ટાન્ડર્ડના લીધે સોશિયલ મીડિયા પર ઈમરાન સરખા ભેરવાઇ ગયા છે.

કતારના જાણીતા મીડિયા ગ્રુપ દ્વારા ઈમરાન ખાનને ચીનના ઉઇગર મુસલમાનો વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. કાશ્મીર વિશે રોદણા રોતા ઈમરાને કહ્યું હતું કે, આ મુદ્દા પર તેને વધારે જાણકારી નથી. શું તેમને ચીનના રાષ્ટ્રપતિ સાથે ઉઈગર મુસલમાનોની પરિસ્થિતિ વિશે ચર્ચા કરવાનો મોકો મળ્યો ? તે મામલે જવાબ આપતા દંભી ઈમરાને કહ્યું હતું કે, આ વિષય પર તેને વધુ જાણકારી નથી. બેજિંગ અને ઈસ્લામાબાદ ઘનિષ્ટ મિત્ર છે. ઈમરાને ઉમેર્યું હતું કે, ના, મેં ક્યારેય આ મુદ્દા વિશે વાત નથી કરી. અમે અમારા દેશની આંતરિક સમસ્યાઓથી ઝઝુમી રહ્યાં છીએ. ઉઈગરોની સમસ્યા વિશે ખબર નથી. જ્યારથી અમે સત્તામાં આવ્યા છીએ, અર્થવ્યવસ્થાથી લઇને કાશ્મીર સુધી અમારી પાસે સમસ્યાઓની ભરમાર છે. હા ચીન વિશે એક વાત કહીશ કે તે પાકિસ્તાનનો સૌથી સારો મિત્ર છે.

ઈમરાનને ઉઈગર મુસલમાનો પર કોઇ પણ નિવેદન જાહેર ન કરવા વિશે સવાલ કરવામાં આવતા  ઈમરાને કહ્યું હતું કે, અત્યારે મારી જવાબદારી માત્ર પાકિસ્તાનના લોકો છે. મારો પહેલો પ્રયાસ મારા દેશના લોકોની મદદ કરવાનો છે.

પાકિસ્તાનના પત્રકાર તાહા સિદ્દીકીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ડિયર ઈમરાન ખાન, છેલ્લી જ્યારે તમને ફાઇનાન્શિયલ ટાઇમ્સના પત્રકારે પણ આ જ સવાલ પૂછ્યો ત્યારે પણ તમને ચીનના ઉઈગરો વિશે કંઇ ખબર ન હતી. કાશ્મીર અને ભારતના મુસલમાનોને લઇને તમે બૂમરાડ કરતા રહો છો પણ ઉઇગર મુસલમાનો વિશે અજાણ છો. આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ ? દંભી ન બનો.

તેવી જ રીતે અન્ય એક પત્રકાર નાયલા ઈનાયતે કહ્યું હતું કે, ઈમરાન કાશ્મીર અને ભારત પર હંમેશા બોલતા રહે છે. કેટલું હાસ્યાસ્પદ છે કે ઈમરાનને જ્યારે ચીનના ઉઈગર મુસલમાનો વિશે પૂછવામાં આવે છે તો તેમને યાદ આવે છે કે પાકિસ્તાનના નાગરિક તેમની પ્રાથમિકતા છે.

એક અન્ય યુઝરે લખ્યું, ઈમરાન ખાન ડબલ સ્ટાન્ડર્ડનું સૌથી સારુ ઉદાહરણ છે. તેઓ કાશ્મીર સમસ્યા જોઇ શકે છે પણ ઉઈગર મુસલમાનોની વાત આવતાં જ આંખો બંધ કરી દે છે. શરમ કરો ઈમરાન. બીજા એક જણે લખ્યું હતું કે, છેવટે ઈમરાન ખાને માન્યું કે પાકિસ્તાનના ઘરમાં તમામ સમસ્યાઓ છે પણ તેનો નિવેડો ક્યારે લાવશે ? જ્યારે ઉઈગરો વિશે પૂછવામાઁ આવે ત્યારે કહે છે કે ચીન અમારો સૌથી સારો મિત્ર છે. મુસ્લિમ ભાઇચારામાં પસંદગીની ટીકા કેમ ?

ઉલ્લેખનીય છે કે, ચીનમાં અલ્પસંખ્યક ઉઈગર મુસલમાનોને કસ્ટડી કેમ્પમાં રાખીને તેમના પર તમામ પાબંદીઓ લગાવવાના લીધે દુનિયાભરમાં ચીનની ટીકા થઇ રહી છે. ચીનનું કહેવું છે કે આતંકવાદને રોકવા માટે તે મુસલમાનોને તે પ્રશિક્ષણ આપે છે. મુસલમાનોના મસીહા બનીને બકબક કરવાના લીધે આ મુદ્દે ઈમરાન સરખો ભરાયો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના ડબલ સ્ટાન્ડર્ડ પર તીવ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન