Pak PM Imran Khan Confused in Historical Facts during Iran
  • Home
  • Featured
  • PAK પીએમ ઇમરાન ખાનથી થઈ મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ ગયા ટ્રોલ

PAK પીએમ ઇમરાન ખાનથી થઈ મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર થઈ ગયા ટ્રોલ

 | 5:11 pm IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સોમવારે ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે ઇમરાન ખાનથી મોટી ભૂલ થઈ ગઈ. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પૂર્વી એશિયાઈ દેશ જાપાનની સરહદ યૂરોપિયન દેશ જર્મની સાથે સંકળાયેલ જણાવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઇમરાન ખાને કહ્યું કે જર્મની અને જાપાને દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ તેમના આર્થિક સંબંધોને સુધારવા અને પોતાની સરહદો પર સંયુક્ત ઉદ્યોગ પણ સ્થાપિત કર્યા. ખરેખર જાપાન અને જર્મનીની સરહદોમાં લગભગ 5000 મીલથી વધુ અંતર છે. ઇમરાન ખાન અહીં જર્મની અને ફ્રાંસ કહેવા માંગતા હતા. પરંતુ ફ્રાન્સની જગ્યાએ તેઓ જાપાન બોલી ગયા.

તેમને કહ્યું કે,‘જેટલો તમે એક બીજા સાથે વેપાર કરો છો તેટલો તમારો આપસી સંબંધ મજબૂત બને છે. જર્મની અને જાપાને બીજા વિશ્વયુદ્ધમાં એક બીજાના હજારો લોકોને માર્યા હતા પરંતુ તેના પછી બન્ને દેશોની બોર્ડર પર સંયુક્ત ઉદ્યોગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.’ તમને જણાવી દઈએ કે બીજા વિશ્વ યુદ્ધ બાદ ફ્રાંસ અને જર્મનીએ એક સાથે મળીને યુરોપિયન યુનિયનના બીજ રોપ્યા હતા અને એકબીજાની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત ઉદ્યોગ શરૂ કર્યો હતો. પાક પીએમ ઇમરાન ખાનનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઘણું વાયરલ થઈ રહ્યું છે અને યૂઝર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન