Imran Khans Ex Wife Reham Khan accuses him of Receiving Illegal Funds
  • Home
  • Featured
  • ઈમરાનની પૂર્વ પત્નીએ Video જાહેર કરી કર્યા સનસનીખેજ ખુલાસા, પાક.માં થઈ શકે છે નવાજુની

ઈમરાનની પૂર્વ પત્નીએ Video જાહેર કરી કર્યા સનસનીખેજ ખુલાસા, પાક.માં થઈ શકે છે નવાજુની

 | 7:18 pm IST

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને ઈમરાન ખાન વિરૂદ્ધ જ સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. રહેમ ખાને ઈમરાન ખાનને ગેરકાયદેસર રીતે નાણાં મળતા હોવાનો આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાનના માધ્યમોમાં પ્રકાશીત અહેવાલ પ્રમાણે રેહમ ખાને એક ટ્વિટ કરી જણાવ્યું છે કે, ઈમરાન ખાનને ઓસ્ટ્ર્રેલિયાનીએ એક કંપની તરફથી ફંડ મળી રહ્યું છે. જોકે આ રકમ કેટલી છે તેની તેને જાણકારી નથી.

રહેમ ખાને ટ્વિટ કરીને ધડાકો કર્યો છે કે, પીટીઆઈ (પાકિસ્તાન તારીકે ઉંસાફ પાર્ટી)ના ચેરમેન ઈમરાન ખાનના હસ્તાક્ષર સાથે અમેરિકામાં બે કંપનીઓની નોંધણી થયેલી છે અને તેનું લક્ષ્ય અમેરિકામાંથી ગેરકાયદેસર ફંડિગ મેળવવાનું છે. જ્યારે એક કંપની ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલું છે જેનું નામ છે ‘ઈનસાફ ઓસ્ટ્રેલિયા ઈંક.

ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ વધુમાં ઉમેર્યું છે કે, આંતરરાષ્ટ્રીય નિગમિત કંપનીઓમાંથી મેળવવામાં આવેલા નાણાં કાયદા પ્રમાણે પ્રતિબંધિત છે. આ સાથે સંકળાયેલા પુરાવાઓ તે ટુંક સમયમાં જ જાહેર કરશે. રેહમે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરીને પીટીઆઈ થતા ફંડિંગ અને પાકિસ્તાનના ચૂંટણી પંચમાં આ સંબંધીત નોંધાયેલા કેસને લઈને જાણકારી આપી છે. આ વીડિયોમાં રેહમે પાકિસ્તાનના વડાપ્રધાનને માત્ર ઈમરાન કહીને સંબોધિત કર્યા છે. તેણે એકવાર પન ઈમરાન ખાન કે વડાપ્રધાન ખાન કહીને સંબોધિત નથી કર્યા.

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન અને રેહમના તલાક ખુબ જ કડવાહટ સાથે થયા હતાં અને બંને તરફથી તેમાં પણ ખાસ કરીને રેહમ તરફથી ઈમરાનને લઈને અત્યંત કડવી વાતો કહેવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ : બનાસકાંઠામાં પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન