પાક. સુપ્રીમ કોર્ટનો સિમાચિન્હ રૂપ ચુકાદો, "અપની સુરક્ષા અપની જિમ્મેદારી" - Sandesh
  • Home
  • Featured
  • પાક. સુપ્રીમ કોર્ટનો સિમાચિન્હ રૂપ ચુકાદો, “અપની સુરક્ષા અપની જિમ્મેદારી”

પાક. સુપ્રીમ કોર્ટનો સિમાચિન્હ રૂપ ચુકાદો, “અપની સુરક્ષા અપની જિમ્મેદારી”

 | 1:18 pm IST

નેતાઓની સુરક્ષા થનારા મોટા ખર્ચને જોતાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ તરફથી મંગળવારે વિચિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છેકે, રાજનેતાઓએ પોતાની સુરક્ષાની વ્યવસ્થા જાતેજ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે દેશના પૈસા પર ચૂંટણીની રેલીઓ યોજવાની પરવાનગી આપી શકે નહીં. પાકિસ્તાનમાં 25 જુલાઈના સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે.

સ્થાનિક રિપોર્ટ અનુસાર, સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે, સંઘ અને પ્રાંતના મંત્રીઓ અને સરકારી અધિકારીઓ દ્વારા ભવ્ય ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની નોંધ કોર્ટ દ્વારા લેવામાં આવી છે. પાક. કાયદા અનુસાર, મંત્રી અથવા અધિકારી 1800 સીસીથી વધુના વાહનનો ઉપયોગ કરી શકે નહીં.

આ ઉપરાંત કોર્ટે પૂછયું કે, શું પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ અલી ભુટ્ટો સરકારી ગાડીનો ઉપયોગ કરે છે, જેના જવાબમાં કહેવામાં આવ્યું કે, આ નેતાઓ પોતાના વ્યક્તિગત વાહનનો જ ઉપયોગ કરે છે. જે સાથે જ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ નેતા દેશના પૈસા પર ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં.