12 Billion dollar must for pakistan dat : Imran Khan's Leader
  • Home
  • Featured
  • પાકિસ્તાન પર ભયંકર આર્થિક સંકટ, દેવાળિયું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી!

પાકિસ્તાન પર ભયંકર આર્થિક સંકટ, દેવાળિયું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી!

 | 2:33 pm IST

પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને જો તેને છ સપ્તાહની અંદર 12 અબજ ડૉલરની લોન ના મળી તો તેની મુશ્કેલીઓ અનેક ઘણી વધી શકે છે. આ વાત બીજા કોઈએ નહીં પરંતુ ઈમરાન ખાનની રચાનારી કેબિનેટમાં નાણાં મંત્રીના દાવેદાર અસર ઉમરે જ કહી છે. તેમણે એ પણ કહ્યું છે અગાઉની સરકારે દેશને ગંભીર આર્થિક સંકટમાં મુક્યું છે.

પાકિસ્તાનની અગ્રણી એગ્રી કોર્પોરેશનના ભૂતપૂર્વ પ્રમુખ ઉમર અસદે કહ્યું હતું કે, દેશમાં 10 થી 12 અરબ ડૉલરની ગંભીર આર્થિક અછત સર્જાઈ છે. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ઉમરે જણાવ્યું હતું કે, એટલુ જ નહીં, દેશ એકદમ ધાર પર આવીને ઉભો છે. આ સ્થિતિને સંભાળવા માટે નવી સરકારને કેટલીક વધારાની રકમની પણ જરૂર પડશે.

તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાને આગામી છ સપ્તાહમાં જ અનેક નિર્ણયો લેવા પડશે. જેટલું મોડું થશે પરિસ્થિતિ તેટલી જ વિકટ બનતી જશે. પાકિસ્તાન મદદ માટે આઈએમએફ તેમજ તેના મિત્ર રાષ્ટ્રો સાથે વાતચીત કરશે. આ ઉપરાત ડાયસ્પોરા બોન્ડ પણ બહાર પાડશે.

ચીન અને આઈએમએફ પર મદાર

એક તરફ ઈમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની તૈયારીઓ કરી રહ્યાં છે, પરંતુ બીજી બાજુ મોં ફાડીને ઉભેલી આર્થિક બદહાલી તેમના માટે સૌથી મોટો પડકાર સાબિત થશે. અનેક રોકાણકારો અને જાણકારોને લાગી રહ્યું છે કે, જો ચીન અને આઈએમએફએ રાહત પેકેજ ના આપ્યું તો પાકિસ્તાનને ટકવું મુશ્કેલ છે.

ઉલ્લેખનીય છે કે, 1980ના દાયકા બાદ અત્યાર સુધીમાં આઈએમએફ પાકિસ્તાનને 12 વાર આર્થિક કાર્યક્રમો દ્વારા મદદ કરી ચુક્યું છે. ગઈ વખતે જ આઈએમએફએ લગભગ 6.6 અબજ ડૉલરનું રાહત પેકેજ આપ્યું હતું અને લગભગ આટલુ જ પેકેજ ચીન પણ આપી ચુક્યું છે.

ચીન સાથેની તમામ સમજુતિઓ જાહેર કરવામાં આવશે

અસદે જનતાને પણ વાયદો કર્યો છે કે, ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ ચીને પાકિસ્તાન સાથે થનારી સમજુતિઓ સાર્વજનિક કરવામાં આવશે. ચીનના વન બેલ્ટ વન રોડમાં પાકિસ્તાનને મળનારી લોનની શરતોને લઈને ગત સરકારની ખુબ જ ટીકા થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન