Pakistan actress mahira khan talks about affair boyfriend salim karim
  • Home
  • Featured
  • શાહરૂખની આ અભિનેત્રી છૂટાછેડાના 5 વર્ષ બાદ પડી પ્રેમમાં, પહેલા પતિનો પણ 11 વર્ષનો દીકરો

શાહરૂખની આ અભિનેત્રી છૂટાછેડાના 5 વર્ષ બાદ પડી પ્રેમમાં, પહેલા પતિનો પણ 11 વર્ષનો દીકરો

 | 8:16 am IST

બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાન સાથે રઇસમાં સાથે જોવા મળતી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન આજકાલ તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતે એક ઇન્ટરવ્યુ દરમિયાન તેની લવ લાઇફ વિશે ખુલાસો કર્યો હતો અને સલીમ કરીમ વિશે ખુલીને વાત કરી હતી. ખરેખર, માહિરા ખાન ઘણા સમયથી સલીમ કરીમ સાથે ડેટ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

આવી સ્થિતિમાં જ્યારે તેણે પાકિસ્તાનના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર હસન શહરયાર સાયીન તરફથી મહિરા ખાનની સામે સલીમ કરીમનું નામ લીધું ત્યારે તે હસવા લાગી. જે બાદ કહ્યું કે તમને હવે પ્રેમ થઈ ગયો છે અને તેનું નામ સલીમ છે. હસન શહરયાર સાયીન અભિનેત્રીને પ્રેમ વિશે વાત ન કરવા જણાવ્યું હતું. જો કે, પછીથી તેણે કબૂલાત કરી કે તે સલીમને ડેટ કરી રહી છે અને તે તેને તેની ભલાઈનું પરિણામ માને છે. વાતચીત દરમિયાન મહિરા ખાને કહ્યું હતું કે, તેના પુત્ર અઝલાન સિવાય પણ તેને કોઇ મળ્યું છે જેને તે પ્રેમ કરે છે. ઉલ્લેખનીય છે કે માહિરા ખાને અલી અક્સારીથી લગ્ન કર્યા હતા બન્નેનો લાંબો સમય સંબંધ ટકી શક્યો નહીં અને વર્ષ 2015માં બન્નેએ છૂટાછેડા લઇ લીધા. માહિરાને 11 વર્ષનો પુત્ર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન