Pakistan again violated Ceasefire in Nowshera Sector
  • Home
  • Featured
  • ગુંગળાયેલા પાકિસ્તાનનો સરહદે ગોળીબાર, જવાબમાં ભારતે તોડી પાડી ચોકી

ગુંગળાયેલા પાકિસ્તાનનો સરહદે ગોળીબાર, જવાબમાં ભારતે તોડી પાડી ચોકી

 | 5:39 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવ્યા બાદ બેચેન પાકિસ્તાન સતત નાપાક હરકત કરી રહ્યું છે. પાકિસ્તાન આંતકી ઘુસણખોરી માટે LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યો છે.

ભારતીય સેનાએ શનિવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટર પાસે સરહદ પર એક પાકિસ્તાની પોસ્ટને ધ્વસ્ત કરી છે. પાકિસ્તાન તરફથી સવારે લગભગ સાડા છ વાગે સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદ થયા છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરથી 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ પર સતત નાપાક હરકત કરવામાં આવી રહી છે.

આ જ ક્રમમાં ભારતીય સેનાએ ગુરુવારે રાતે પણ કેરન સેક્ટરમાં પાકિસ્તાની સીમાથી ઘુસણખોરીની કોશિશને નિષ્ફળ કરી હતી. પાકિસ્તાને અચાનક સેનાની ચોકીઓને ટાર્ગેટ કરીને ગોળીબાર કર્યો હતો. સેનાએ મોર્ચો સંભાળીને પાકિસ્તાનની હરકત પર જવાબ આપવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન પાકિસ્તાની સેનાના અંદાજે એક ડઝનસથી વધારે જવાનોના મોત થયા હતા. જોકે પાકિસ્તાને તેના માત્ર 4 જવાન શહીદ હોવાની વાત સ્વીકારી છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના રાણીપની જનતાએ રાશિયાનો નિર્ણય આવકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન