ક્રિકેટ વિશ્વમાં હાસ્યનું મોજું, વન ડેમાં પાક. 100 રન બનાવી ન શકયું - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ વિશ્વમાં હાસ્યનું મોજું, વન ડેમાં પાક. 100 રન બનાવી ન શકયું

ક્રિકેટ વિશ્વમાં હાસ્યનું મોજું, વન ડેમાં પાક. 100 રન બનાવી ન શકયું

 | 12:19 pm IST

ન્યુઝિલેન્ડ સામેની ત્રીજી વન ડેમાં પાકિસ્તાનની આખી ટીમ માત્ર 74 રનમાં તંબુ ભેગી થઈ ગઈ છે. જોકે ઈન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરમાં આઉટ થવાના શરમજનક રેકોર્ડમાંથી ઉગરી ગયું છે. વન ડેમાં પાકિસ્તાનની આઠ વિકેટ 32 રને ખખડી ગઈ હતી, ત્યારે એવું લાગતું હતું કે વન ડેમાં સૌથી ઓછા સ્કોરનો નવો વિક્રમ રચાશે. પાકિસ્તાનના  કેપ્ટન સરફરાઝ એહમદ 14 નોટઆઉટ અને મોહમ્મદ આમિર 14 રન સાથે ટીમને આ નાલેશીમાંથી ઉગારી લીધી હતી.

ટોસ જીત્યા પછી પ્રથમ બેટીંગ લેતાં ન્યુઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં 257 રન બનાવ્યા હતાં. તે પછી પાકિસ્તાનને માત્ર 74 રનમાં જ તંબુ ભેગી કરી હતી અને 183 રનના તોતિંગ રનથી જીત મેળવી હતી. આ સાથે ન્યુઝિલેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 3-0ની સરસાઈ મેળવી છે.

ડુનેડિનમાં રમાયેલી આ વન ડેમાં પાકિસ્તાનના ત્રણ બેટ્સમેન અઝહર અલી, મોહમ્મદ હફીઝ અને શાદાબખાન શૂન્ય રને આઉટ થયા હતાં. જ્યારે ફહીમ અશરફ 10, સરફરાઝ અહેમદ અણનમ 14, મોહમ્મદ આમિર 14 અને રુમન રઈસ 16 રન બનાવવા સાથે બે આંકમાં પહોંચવામાં સફળ થયા હતાં. ન્યુઝિલેન્ડના બોલર ટ્રેંટ બોલ્ટે પાંચ અને કોલિન મુનરો તથા લોકી ફર્ગ્યુર્સને બે-બે વિકેટ ઝડપી હતી.

પ્રથમ બેટિંગ કરતાં 101 બોલમાં સાત ચોગ્ગા સાથે ન્યુઝિલેન્ડના કેપ્ટન  કેન વિલિયમ્સને 73 અને રોસ ટેલરે 52 રન ખડક્યા હતાં. ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગોપ્ટિલે 45 અને વિકેટકિપર બેટ્સમેન ટોન લેથમે 35 રન બનાવ્યા હતાં. પાકિસ્તાનના બોલર રુમરઈસ અને હસન અલીએ 3-3- વિકેટ અને શાદાબખાને બે વિકેટ ઝડપી હતી.

વન ડેમાં સૌથી ઓછા રને આઉટ થવાનો સ્કોર ઝિમ્બાબ્વેના નામે છે. હરારે વન ડેમાં શ્રી લંકા સામે ઝિમ્બાબ્વે 35 રન આઉટ થઈ ગયું હતું. આ મેચમાં ઝિમ્બાબ્વેનો એકેય બેટ્સમેન બે આંક સુધી પહોંચી શક્યો ન હતો. વન ડેમાં પાકિસ્તાન સૌથી ઓછા 43 રને ઓલ આઉટ થઈ ગયું હતું. 1993માં કેપ ટાઉનમાં રમેયાલી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝે તેને 43 રન તંબુ ભેગું કર્યું હતું.

1992માં ઈગ્લેન્ડ સામેની વન ડેમાં પાકિસ્તાન 74 રન ખખડી ગયું હતું. જ્યારે 1993માં વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનને માત્ર 71 રનનો જુમલો ખડક્યો હતો.