નવાજ શરીફે બોલાવેલી સર્વ પક્ષીય બેઠક પૂર્ણ, ભારત વિશે થઈ ચર્ચા - Sandesh
  • Home
  • World
  • નવાજ શરીફે બોલાવેલી સર્વ પક્ષીય બેઠક પૂર્ણ, ભારત વિશે થઈ ચર્ચા

નવાજ શરીફે બોલાવેલી સર્વ પક્ષીય બેઠક પૂર્ણ, ભારત વિશે થઈ ચર્ચા

 | 5:07 pm IST

એક તરફ પાકિસ્તાન દુનિયાની સામે ભારત તરફથી કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈકના દાવાને ફગાવી રહ્યો છે તો બીજી બાજુ પાકિસ્તાની વડા નવજ શરીફ બેઠક પર બેઠક કરી રહ્યાં છે. શરીફે સોમવારે એક વિશેષ સર્વદળીય બેઠક બોલાવી જેનો એક સૂત્રી એજન્ડા હતો ભારત. આ એક એવો એજન્ડા છે જેને લઈને ઈમરાનખાનથી લઈને બિલાવટ ભૂટ્ટો જરદારી જેવા શરીફના પ્રતિદ્વંદ્વી પણ મતભેદ ભૂલાવી દઈને શરીફની સાથે ઉભેલા નજરે પડે છે.

પાકિસ્તાનના ડોન અખબાર અનુસાર આ બેઠકનો નિશ્રિત એજન્ડા Loc પર ભારતના આક્રમક રવૈયાને લઈને દુનિયા સુધી પોતાની વાત પહોંચાડવાનો હતો. પાકિસ્તાનના એક કેબિનેટ મંત્રીએ ડોન અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાનની સરકાર દુનિયાને બતાવવા ઈચ્છે છે કે યુદ્ધ માટે ઉકસાવી રહેલા ભારત વિરુદ્ધ પાકિસ્તાન એકજૂટ છે. તેમણે કહ્યું કે સરકાર બાકી રાજનૈતિક દળો સાથે વાતચીત કરીને તેમનો અભિપ્રાય મેળવી રહી છે. જેથી કરીને કાશ્મીરના મુદ્દે અસરદાર ડિપ્લોમસી કરી શકાય.

સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં ભારત વિરુદ્ધ જ આવી એકતા જોવા મળે છે. જોકે ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાનખાન આ બેઠકમાં નહોતા ગયા. આમછતાં તેમની પાર્ટીમાંથી તહરીક એ ઈન્સાફના પક્ષના નેતા  હાજર રહ્યાં હતા. ઈમરાનખાન વડાપ્રધાન શરીફ પર ભ્રષ્ટાચારના આરોપોને લઈને મોરચો ખોલેલો છે. પનામા પેપર્સમાં શરીફનુ નામ આવ્યા પછી તે અનેક વાર તેમના પર નિશાન સાધી ચૂક્યા છે.

તો બીજી બાજુ  શરીફે એક અન્ય પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભૂટો જરદારીએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. બિલાવલે કહ્યું કે તે અનેક મુદ્દે સરકાર સાથે મતભેદ ધરાવે છે તેમ છતાં કાશ્મીર અને LoC અંગે ભારતની આક્રમકતાની વિરુદ્ધ વડાપ્રધાન નવાજ સરીફની સાથે છે. આ ભારત પાક સંબંધો માટે ટર્નિંગ પોઈન્ટ છે.

બેઠકમાં પાકિસ્તાની વિદેશ સચિવ એજાજ અહમદ ચૌધરીએ તમામ નેતાઓને કાશ્મીર અને LoC અંગેની તાજા સ્થિતિ અંગે માહિતગાર કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન