Pakistan Appalled To The World For Stop India From Purchasing Weapons
  • Home
  • Featured
  • રાફેલ આવતા જ હરણની માફક ફફડવા લાગ્યું પાકિસ્તાન, દુનિયાને કહ્યું- ભારતને રોકો

રાફેલ આવતા જ હરણની માફક ફફડવા લાગ્યું પાકિસ્તાન, દુનિયાને કહ્યું- ભારતને રોકો

 | 4:13 pm IST

રાફેલ ફાઇટર જેટ ભારતીય વાયુસેનામાં સામેલ થતા જ પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે ભારત પોતાની વાસ્તવિક રક્ષા જરૂરિયાતોથી વધારે હથિયારો જમા કરી રહ્યું છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે વિશ્વ સમુદાયને અપીલ કરી છે કે તે ભારતને હથિયાર જમા કરતા રોકે. પાકિસ્તાને કહ્યું કે, આનાથી દક્ષિણ એશિયામાં હથિયારોની હોડ શરૂ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 7 હજાર કિલોમીટરની સફર કરીને પાકિસ્તાનની એરસ્પેસથી અડીને ગુજરાતનાં રસ્તાથી અંબાલા એરબેઝ પહોંચેલા આ રાફેલ જેટે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે.

ભારત પરમાણુ હથિયારોની સંખ્યા વધારી રહ્યું છે

રાફેલનો ખૌફ એવો છે કે આ વિમાનોનાં આવ્યાની ઠીક પહેલા પાકિસ્તાનનાં એરફોર્સ ચીફને આર્મી ચીફ કમર જાવેદ બાજવા સાથે ઇમરજન્સી બેઠક કરવી પડી છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સતત પોતાના પરમાણુ હથિયારોની સંખ્યા અને ગુણવત્તા બંને વધારી રહ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પરેશાન કરનારું છે કે ભારત સતત પોતાની જરૂરિયાતથી વધારે સૈન્ય ક્ષમતા ભેગી કરી રહ્યું છે. ભારત હવે બીજો સૌથી મોટો હથિયારોનો આયાતકાર દેશ બની ગયો છે. આ દક્ષિણ એશિયામાં રણનૈતિક સ્થિરતાને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે.

એક રાફેલને રોકવા માટે 2 એફ-16ની પડશે જરૂર

પાકિસ્તાનનો આ તણાવ યોગ્ય છે. રાફેલનાં આવવાથી પાકિસ્તાનનાં ઘરમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરનારી ભારતીય સેનાની તાકાત વધી ગઈ છે. ઇરાક અને લીબિયામાં પોતાના યુદ્ધ કૌશલનું શાનદાર પ્રદર્શન કરનારા રાફેલ વિમાનોની સીધી ટક્કર અમેરિકા નિર્મિત એફ-16 ફાઇટર જેટ સાથે થશે. નિષ્ણાતો પ્રમાણે રાફેલ યુદ્ધમાં ગેમચેન્જર સાબિત થશે અને આના આવવાથી પાકિસ્તાની એરફોર્સ પર દબાવ વધશે. એટલું જ નહીં પાકિસ્તાની એરફોર્સે હવે એક રાફેલને રોકવા માટે 2 એફ-16 યુદ્ધ વિમાનો લગાવવા પડશે.

પાકિસ્તાનમાં ઘુસ્યા વગર જ એરસ્ટ્રાઇક કરી શકશે ભારત

અત્યાર સુધી સ્થિતિ એ છે કે ભારતને એક એફ-16 રોકવા માટે 2 સુખોઈ-30 એમકેઆઈ વિમાન તૈનાત કરવા પડે છે. ઈન્ડિયન એરફોર્સનાં પૂર્વ ચીફ એવાઈ ટિપણિસનું માનવું છે કે જો એરફોર્સ પાસે ફેબ્રુઆરીમાં બાલાકોટ એરસ્ટ્રાઇક વખતે રાફેલ હોત તો ભારત પાકિસ્તાનનાં ઓછામાં ઓછા 12 એફ-16 વિમાનોને તોડી પાડત. એટલું જ નહીં, ભારતે બાલાકોટ એરસ્ટ્રાઇક કરવા માટે પાકિસ્તાનનાં હવાઈ ક્ષેત્રમાં ના ઘુસવું પડ્યું હોત.

આ વિડીયો પણ જુઓ: રાજકોટના વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન