NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.3850 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ક્રિકેટ વિજયમાં પાક.સેનાને કાશ્મીર અને બલુચિસ્તાન દેખાયા

ક્રિકેટ વિજયમાં પાક.સેનાને કાશ્મીર અને બલુચિસ્તાન દેખાયા

 | 3:34 pm IST

ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનના હાથે સાંપડેલી હાર બદલ પાકિસ્તાની સેનાએ ટીમ ઈન્ડિયાને હાંસી ઉડાવી છે. પાકિસ્તાનની સેનાએ એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટામાં દર્શાવ્યા પ્રમાણે બલુચિસ્તાનમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમના વિજયની ઉજવણી કરાય છે. ફોટોની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ એમના માટે જેઓ તેનાથી સાથે સંબંધ રાખે છે.

પાકિસ્તાનની સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાએ આ ફોટો પર વિકટ્રી હસ્તાક્ષર કર્યા છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બલુચિસ્તાનનો ફોટો શેર કર્યો છે. ફોટામાં દર્શાવ્યા પ્રમાણે આ લોકો પાકિસ્તાનના વિજયની ઉજવણી કરી રહ્યા હતાં.
ફોટાની કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે આ અમારું બલુચિસ્તાન છે. આ એમના માટે છે જેઓ તેમની સાથે સંબંધ રાખે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસે બલુચિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. પાકિસ્તાનની સેનાએ પ્રતિક્રિયા સ્વરૂપે આ ફોટો પોસ્ટ કર્યો છે. પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કાશ્મીરમાં પણ પાકિસ્તાનના વિજયની ઉજવણી કરાતી હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોની કેપ્શનમાં લખ્યું છે કે ….અને આ છે શ્રીનગર

તેમણે ટ્વિટ કરતાં લખ્યું હતું કે પાકિસ્તાનની સેનાના જવાનોએ ટીમ પાક અને દેશને વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે વધુમાં લખ્યું હતું કે અમે સાથે મળીને અમારા શત્રુનો સરળતાથી સામનો કરી શકીએ છીએ.