Pakistan Army Chief Bajwa Will Go To Saudi Arabia For Apologize
  • Home
  • Featured
  • પાકિસ્તાનને યાદ આવી ગઈ હૈસિયત- સાઉદી આગળ ઘુંટણિયે પડ્યું, બાજવા માફી માંગવા જશે

પાકિસ્તાનને યાદ આવી ગઈ હૈસિયત- સાઉદી આગળ ઘુંટણિયે પડ્યું, બાજવા માફી માંગવા જશે

 | 10:12 pm IST

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીના નિવેદનોથી ભડકેલા સાઉદી અરબને મનાવવા માટે હવે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા રિયાદની મુલાકાત કરવાના છે. બાજવાની યાત્રાને લઇને અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. બંને દેશોમાં કડવાશ એ હદે વધી ગઈ છે કે સાઉદી સરકારે પાકિસ્તાનની સાથે 6.2 બિલિયન ડૉલરની ફાઇનાન્શિયલ ડીલને રદ્દ કરી દીધી છે અને ઉધારે ક્રૂડ ઓઇલ અને ગેસ આપવા પર પણ રોક લગાવી દીધી છે.

સાઉદી રાજદૂતને મળ્યા પાકિસ્તાન આર્મી ચીફ

પાકિસ્તાની આર્મી ચીફે સોમવારના ઇસ્લામાબાદમાં સાઉદી અરબના રાજદૂત એડમિરલ નવાફ બિન સઈદ અલ મલિકી સાથે મુલાકાત કરી, ત્યારબાદ પાકિસ્તાની સેનાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન પારસ્પરિક હિત, ક્ષેત્રીય સુરક્ષા અને દ્વિપક્ષીય રક્ષા સંબંધોના મામલે ચર્ચા કરવામાં આવી. આ બેઠકને લઇને એ ના જણાવવામાં આવ્યું કે શું કુરૈશીના નિવેદનને લઇને બાજવા અને સાઉદી અરબના રાજદૂત વચ્ચે કોઈ વાત થઈ કે નહીં.

પાકિસ્તાનમાં પણ કુરૈશીનો વિરોધ

પાકિસ્તાનમાં પણ કુરૈશીના નિવેદનની સાર્વજનિક નિંદા કરવામાં આવી રહી છે. નોબત એ આવી કે કુરૈશીએ મીડિયાથી ભાગવું પડી રહ્યું છે. તો પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કુરૈશીના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમનું નિવેદન દેશના લોકોની ઓઆઈસીથી કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રિય સ્તર પર ઉઠાવવાની ઇચ્છા અને આકાંક્ષાને દર્શાવે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રવક્તા આઇશા ફારૂકીએ કહ્યું છે કે દેશના લોકોની ઓઆઈસીથી ઘણી અપેક્ષા છે. તેઓ ઇચ્છે છે કે ઓઆઈસી કાશ્મીરના મુદ્દાને દુનિયાભરમાં ઉઠાવે. તેમણે કહ્યું કે આ સંબંધમાં અમારો પ્રયત્ન આગળ પણ ચાલું રહેશે.

કુરૈશીએ સાઉદીને શું કહ્યું હતુ?

કુરૈશીએ કહ્યું હતુ કે, સાઉદી OIC (ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓર્પોરેશન)ને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર ભારતની વિરુદ્ધ ઉભા થવા નથી દઈ રહ્યું. કુરૈશીએ કહ્યું હતુ કે ઓઆઈસી કાશ્મીર પોતાના વિદેશ મંત્રીઓની પરિષદની બેઠક બોલાવવામાં ઢીલ બંધ કરે. પાકિસ્તાન કાશ્મીરથી કલમ 370ના ખાત્મા બાદથી જ 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીના વિદેશ મંત્રીઓની બેઠક બોલાવવા માટે સતત સાઉદી અરબ પર દબાવ નાંખી રહ્યું છે. એક અન્ય પ્રશ્નના જવાબમાં કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન વધારે રાહ ના જોઇ શકે.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતમાં પડેલા વરસાદની કેટલીક તસ્વીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન