pakistan-army-major-general-asif-said-first-india
  • Home
  • Featured
  • જનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’

જનરલ રાવતના નિવેદન પર PAK ભડક્યું, કહ્યું- ‘ભારત પહેલા ખુદ સેક્યુલર દેશ બને’

 | 10:11 pm IST

કરતારપુર કોરિડોરના બહાને ભારત અને પાકિસ્તાનની વચ્ચે શરૂ થયેલો વિવાદ રોકાવવાનું નામ લઇ રહ્યો નથી. ભારતીય સેના પ્રમુખ બિપિન રાવતે પાકિસ્તાનને સેક્યુલર દેશ બનાવવાના નિવેદન પર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, ભારતને પહેલા સેક્યુલર દેશ બનવું જોઇએ, ત્યારબાદ અમને શીખામણ આપે.

મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે, પાકિસ્તાન ઇસ્લામિક દેશ છે, ભારત અમને ન જણાવે કે, અમારે કેવું બનવું જોઇએ. ભારત સેક્યુલર દેશ હોવાનો દાવો કરે છે, પરંતુ ત્યાં મુસ્લિમોની હાલત કેવી છે. બાબરી મસ્જિદનો મુદ્દો તેનું ઉદાહરણ છે. સૌથી પહેલા પાકિસ્તાનના બદલે ભારતને સેક્યુલર બનવું જોઇએ.

પ્રેસ કોન્ફરન્સમાં આસિફ ગફૂરે કહ્યું કે, પાકિસ્તાની સેના ભારતની સાથે દ્ધપક્ષિય સંબંધોને મજબૂત કરવા માટે કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભારતે અંદરોઅંદર વાતચીતમાં રસ દાખવ્યો નથી. તેમણે મોદી સરકારની નિંદા કરી હતી.

તમને જણાવી દઇએ કે, સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાન એક ઇસ્લામિક સ્ટેટ બની ગયું છે, જો તે ભારતની સાથે તાલમેલ બનાવીને રહેવા માંગે છે તો તેને એક સેક્યુલર દેશ બનવું પડશે. દરેક દેશ સેક્યુલર દેશ છે. જો તે અમારા જેવું બનવા માંગે છે તો કંઇક થઇ શકે છે. આતંકવાદ અને વાતચીત એક સાથે થઇ શકે નહીં.

ભારતીય સેના પ્રમુખે આ નિવેદન કરતારપુર કોરિ઼ડોરના શિલાન્યાસ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીના નિવેદન પર આપ્યું હતું. શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, ભારત પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની ગુગલીમાં ફસાઇ ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન