પાક.ની કાળી કરતૂત, હવે ખાલિસ્તાની આતંકવાદીઓની મદદ કરવાનું શરૂ કર્યું - Sandesh
  • Home
  • World
  • પાક.ની કાળી કરતૂત, હવે ખાલિસ્તાની આતંકવાદીઓની મદદ કરવાનું શરૂ કર્યું

પાક.ની કાળી કરતૂત, હવે ખાલિસ્તાની આતંકવાદીઓની મદદ કરવાનું શરૂ કર્યું

 | 7:04 pm IST

ભારતમાં અશાંતિ ફેલાવવા મામલે અને દેશમાં આતંકવાદીઓને હથિયાર પુરા પાડવા માટે પાકિસ્તાનનું કાવતરું ફરી એકવખત સામે આવ્યું છે. પંજાબમાં ફરી આતંકવાદ ફેલાવવાના પાકિસ્તાનના ઈરાદા અને તેના માટે કામ કરનાર આતંકવાદી સંગઠનોની સાથે સાંથગાંથનો ફોટો સામે આવ્યો છે. હાલમાં સામે આવેલ ફોટોમાં આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના મુખ્યા હાફિઝ સઈદ ખાલિસ્તાની આતંકી ગોપાલ સિંહ ચાવલા સાથે જોવા મળી રહ્યા છે.

આ ફોટો લાહોરનો હોવાનું સામે આવી રહ્યો છે. ફોટો પાકિસ્તાનના નાપાક ઈરાદોઓને સાબિત કરી રહ્યા છે, કે પાક.માં સંચાલિત જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા જેવા આતંકવાદી સંગઠનો ખાલિસ્તાની આતંકવાદીઓને સમર્થન આપી રહ્યા છે. ખાસ વાત એ છેકે ગોપાલ સિંહ ચાવલાએ પાક. અધિકારીઓકે નિર્દેશો પર હલામાં 14 એપ્રિલ પર વૈશાખીના દિવસે ભારતીય અધિકારીઓને પંજા સાહિબ ગુરૂદ્વારામાં જવા માટે રોક્યા હતા. આ અગાઉ 12 એપ્રિલના ભારતીય અધિકારીઓને શીખ તીર્થયાત્રાળુઓને વાઘામાં મળવા માટે રોકવામાં આવ્યા હતા.

હાલમાં જ ભારતથી આશરે 1800 શીખ તીર્થયાત્રાળુઓ બૈશાખીના અવસર પર પાકિસ્તાન પહોંચ્યા હતા. પરંતુ પાક. આ પ્રસંગનો ઉપયોગ કરી ભારત વિરોધી ખોટો પ્રચાર કરવામાં કર્યો હતો. શીખોના પવિત્ર સ્થળ પંજા સાહિબની પરિક્રમા દરમિયાન પાકિસ્તાનના નેતૃત્વમાં શીખ ચરમપંથીઓ દ્વારા અહીં શીખ રેફરેન્ડમ 2020ના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં ભારતના ઉચ્ચાયુક્તને બૈશાખી માટે પાક. પહોંચેલા તીર્થયાત્રાળુઓને સ્વાગત કરવા માટે પણ પહોંચવા દેવામાં આવ્યા ન હતા. જેના માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે, પાક. દ્વારા સુરક્ષાના કારણે આમ કરવામાં આવેલ છે.

જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે સીધી પાકિસ્તાનની ટીકા કરી હતી અને વિએના કરારનો ભંગ થયો હોવાનું ગણાવ્યું હતું. હાલમાં પાક.માં આંતકવાદી સંગઠનોની સાથે સાથે ISI પણ ભારત વિરોધી ગતિવિધિઓનું પ્રમાણ વધારી દીધું છે. જે જોતાં ISI હાલમાં આતંકવાદી સંગઠનનો ઉપયોગ ભારત વિરૂધ્ધ પ્રોક્સી વોર માટે અને દેશમાં અશાંતિ ફેલાવવા માટે કરી રહ્યું છે તેમ જોવા મળી રહ્યું છે.