Pakistan Blacklist FATF Meeting in Paris, Trump Signel
  • Home
  • Featured
  • USએ ભારતની ચિંતા વધારી, પાકિસ્તાનને FATFમાં બ્લેકલિસ્ટ કરવાને લઈ આપ્યા સંકેત

USએ ભારતની ચિંતા વધારી, પાકિસ્તાનને FATFમાં બ્લેકલિસ્ટ કરવાને લઈ આપ્યા સંકેત

 | 2:29 pm IST

અમેરિકા પેરિસમાં યોજાનારા આગામી ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોરની બેઠકમાં પાકિસ્તાનને બચાવી શકે છે. અમેરિકા પાકિસ્તાન વિરૂદ્ધ નરમ વલણ અપનાવી શકે છે. જેને લઈને પાકિસ્તાન આશા રાખી રહ્યું છે કે, જો તેને ગ્રે લિસ્ટમાંથી બહાર નહીં કરવામાં આવે તો કમ સે કમ બ્લેક લિસ્ટમાં મુકવાની શક્યતાથી બચી શકાશે.

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવા, બહાર કાઢવા કે તેને બ્લેક લિસ્ટ કરવાને લઈને ફ્રાંસની રાજધાનીમાં FATFની મહત્વની બેઠક યોજાવવાની છે. આ બેઠક્માં પાકિસ્તાને ગત ત્રણ મહિના દરમિયાન આતંકવાદને લઈને થઈ રહેલા ફંડિંગ રોકવા માટે શું પગલા ભર્યા છે, તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

આ બેઠકમાં જ્યાં ભારતનું જોર પાકિસ્તાનને ખુલ્લુ પાડી તેને બ્લેકલિસ્ટમાં નાખવાનો છે, જ્યારે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી પોતાને બહાર કાઢવાની સાથે બ્લેકલિસ્ટમાં જતા બચવાનું પણ હશે. FATFની આગામી બેઠકમાં ફ્રાંસના પેરિસમાં 16 થી 21 ફેબ્રુઆરી સુધી બેઠક યોજશે. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા આતંકવાદી સંગઠનોને નાણાં પુરા પાડવાની સમીક્ષા થવાની પુરી શક્યતા છે.

પાકિસ્તાન FATF તપાસમાં અનુકુળ પરિણામ સૂનિશ્ચિત કરવા માટે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોને સાધવામાં લાગી ગયું છે. ચીન, તુર્કી અને મલેશિયા દ્વારા પણ આ મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરવાની શક્યતા છે.

અમેરિકા પાકિસ્તાનને FATFમાં બ્લેકલિસ્ટ થયુ બચાવી શકે છે. દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે અમેરિકી સહાયક સચિવ એલિસ વેલ્સે ગુરૂવારે કહ્યું હતું કે, હાફિઝ સઈદને અદાલત દ્વારા દોષિત ઠેરવવો તે પાકિસ્તાન દ્વારા ભરવામાં આવેલુ એક મહત્વપૂર્ણ પગલુ છે. 

અમેરિકા દ્વારા તાજેતરમાં જ સામે આવેલુ આ નિવેદન પાકિસ્તાન માટે રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકા પાકિસ્તાનને FATFમાં બ્લેકલિસ્ટ થતુ બચાવી લે તેમ માનવામાં આવી રહ્યું છે. જોકે ડૉનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 તારીખે ભારત આવી રહ્યાં છે ત્યારે અમેરિકાનું પાકિસ્તાનને લઈને શું વલણ હશે તે જોવુ વધારે રસપ્રદ બન્યું છે.

આ વીડિયો પણ જુઓ : નિર્ભયા રેપ કેસ અંગે કેન્દ્ગ સરકારની અરજી પર SCમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન